આજકલ સરકારી કામકાજ માટે આપણે આવક ના દાખલા ની જરૂર પડતી હોય છે. ગુજરાતમાં આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ૩ વર્ષની કરવામાં આવી છે.
પહેલા આવક ના દાખલા જયારે કાઢવામાં આવે ત્યારે તેની વેલિડિટી ૧ વર્ષ ની હતી. જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ પ્રકારના પ્રમાણપત્રો ૩ વર્ષ સુધી માન્ય ગણાશે તેવી જાહેરાત કરાતા અરજદારો અને અમલવારી અધિકારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા.
હાલમાં તાજેતર માં નવયુક્ત CM ભુપેન્દ્ર પટેલ એ જાહેરાત ગુજરાતની જનતા ને નિર્ણયને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં લખી લાભાર્થીઓ હવે વિવિધ સરકારી યોજનાઓમાં લાભ મેળવવામાં મુશ્કેલી નઈ સર્જાય. હવે આવક ના દાખલા ની મુદત ૧ વર્ષ હતી તેને વધારી ને ૩ વર્ષ કરી.
સરકારી કામકાજ માટે લોકોને જે લાઈનમાં ઉભું રહીને જે સમય વેડફાતો હતો તેમાં હવે રાહત રહેશે. નવી સરકાર આવવાની સાથે જ ઘણા પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહી છે. પરંતુ જનતામાં એવી વાતો થઇ રહી છે કે નિર્ણયો તો લીધા પણ તેનો અમલ થવો ખુબ જરૂરી છે. તે પહેલા પણ માર્ગ મંત્રીએ પ્રજાજન્ય નિર્ણય લીધો હતો.