ભારતમાં આવેલી એક એવી જગ્યા જ્યાં હિન્દૂ અને મુસ્લિમ બંને એક સાથે પાર્થના કરે છે.આ જગ્યાને હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે.મુંબઈના દરિયાકિનારે આવેલી હાજી અલી દરગાહ વિષે જણાવીશ જેના આગળ સમુદ્રના મોજા પણ મસ્તક ઝુકાવે છે.એવી કઈ શક્તિ દરગાહમાં રહેલી છે જેને સમુદ્ર પણ ડુબાવી શકતો નથી
હાજી અલી ઉઝબેકિસ્તાના એક ધનિક પરિવાર માંથી આવતા હતા.તે એક વખત નમાજ પઢતા હતા.ત્યાં એક મહિલા રડતી હતી તેમને તે મહિલાને રડવાનું કારણ પછ્યું તો મહિલાએ કારણ બાતવ્યું કે મારા પતિએ મને તેલ લેવા મોકલી હતી અને તે તેલ રસ્તામાં ઢોરાય ગયું છે તેથી મારો પતિ મને ખુબ મારશે તેવા ડરથી તે મહિલા રોતી હતી.હાજી અલી એ મહિલાને જે જગ્યાએ તેલ ઢોરાય હતું તે જગ્ગાએ લઈ જાય છે.ત્યાં જઈને હાજી અલી પોતાનો અંગુઠો જમીનમાં દબાવે છે અને જમીન માંથી તેલનો ફુવારો નિકરે છે.
તે ચમત્કાર થયા પછી હાજી અલીને ખરાબ સપના આવતા હોય છે.તેમને એવું લાગે છે જમીન માંથી તેલ કાઢીને ધરતી માતાને દુઃખ પહોચાડ્યું છે.તે દિવસથી હાજી અલી ખુબ બેચેન રહેવા લાગ્યા.થોડા સમય પછી તે પોતાના ભાઈ સાથે મુંબઈ વેપાર કરવા માટે આવે છે.થોડા સમય પછી તેમનો ભાઈ ઉઝબેકિસ્તાન પાછો જતો રહે છે.પણ હાજી અલી મુંબઈમાં રોકાય છે અને તેમને ધર્મનો પ્રચાર કરવાનું ચાલુ કર્યું. હાજી અલી મક્કાની યાત્રા ઉપર જાય છે.તે પહેલા પોતાની બધી સમ્પતિ ગરીબોમાં વેચી મારે છે.
તે યાત્રામાં હાજી અલીનું મૃત્યુ થાય છે.હાજી અલીની એક ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પછી તેમના શરીરને દફનાવામાં ન આવે.તેમનો પરિવાર તેમના પાર્થિવ શરીરને એક તાબૂતમાં રાખીને પાણીમાં છોડી મુકવામાં આવે છે.પણ એક ચમત્કાર થાય છે જે તાબૂતમાં તેમનું પાર્થિવ શરીર મુકવામાં આવ્યું હતું તે તાબૂત તરીને મુંબઈ આવી જાય છે.ઘણો સમય તાબૂત દરિયાના પાણીમાં રહે છે તોપણ તેમાં એક બુંદ પાણી જતું નથી
આ ચમત્કારી ઘટના પછી મુંબઈમાં હાજી અલી ની યાદમાં હાજી અલી દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું.દરગાહ દરિયાના વચ્ચે છે તો પણ દરિયાના મોજા દરગાહમાં પ્રવેશ કરતા નથી.જો કોઈ વ્યક્તિ પોતાના સાચા મન થી અહીં પર્થના કરેતો તેમની ઈચ્છા અવશ્ય પુરી થાય છે