હળદર વારુ દૂધ એ આપણા શરીર માટે સારું ગણાય છે. ડૉક્ટર પણ આપણને હળદર વારુ દૂધ પીવાની સલાહ આપતા હોય. પરંતુ આ પ્રકારના લોકો ને હળદર વારુ દૂધ પીવું ન જોઈએ. કારણકે હળદર વારુ દૂધ પીવાથી અમુક પ્રોબ્લમ નો સામનો કરવો પડતો હોય છે.
દોસ્તો બધાને ખબર જ છે કે દૂધ એ કેટલું ફાયદા કારક છે. નાના થી લઈને મોટા વડીલો સુધી દૂધ નું સેવન બધા એ કરવું જોઈએ. આપણા શરીરમાં કૅલ્શિયમ ની માત્રાને પૂરું પડે છે. જો શરીરમાં કૅલ્શિયમ સારું રહે તો આપણા હાડકા પણ મજબૂત રહે છે. હાલના કોરોનાના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો એવું કહેતા હોય છે કે ગરમ હળદર વારુ દૂધ પીવું જોઈએ જે ફાયદા કારક હોય છે. અને લોકો લોકો રોજ પણ આ દૂધ પીતા હોય છે. આપણા શરીરમાં દૂધ ફાયદા કારક છે એટલું નુકસાન કારક પણ છે.
હળદર છે એ ગરમ હોય છે તે લોહી ને પાતરું કરે છે. એટલા માટે હળદર વારુ દૂધ દરેક ને અનૂકુર આવતું નથી અને જે લોકો નું શરીર ગરમ હોય એ લોકો એ હળદર વારુ દૂધ ન પીવું જોઈએ. ચાલો અમે લમણે બતાવી એ કે કેવા લોકો એ હળદર વારુ દૂધ ન પીવું જોઈએ. જે લોકો ને પિત્તાશય નો પ્રોબ્લમ હોય જેમ કે વધારે પડતું શરીર માં પિત્ત ઉત્પન્ન થતું હોય એવા લોકો એ હળદર વારુ દૂધ પીવું ન જોઈએ. હળદર વારુ દૂધ પીવા થી પિત્તાશય શરીર માં વધી જાય છે જેથી તમારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
ગર્ભાવસ્થા સમય વખતે હળદર લેવાની મનાઈ છે, કારણકે હળદર ગરમ હોય છે જેથી લોહી પાતરું થઇ જાય છે જે વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી ગર્ભાવસ્થા માં થતી મુશ્કેલીઓ વધી શકે છે.
જે લોકો ને ગેસ અને એસીડીટી નો પ્રોબ્લમ હોય છે તેવા લોકો એ હળદર વારું દૂધ પીવું ન જોઈએ. જો તમને પણ એસીડીટી નો પ્રોબ્લમ છે તો તમે પણ હળદર વારું દૂધ પીવાનું બંધ કરી દેજો કારણકે એસીડીટી ના પ્રોબ્લમ માં વધારો કરી શકે છે. અને તે એસીડીટી ની દવાની અસરને પણ ઓછી કરે છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.