હાલોલ કોંગ્રેસ દ્વારા હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસરને ગાજરને લોલીપોપ આપીને પાલિકાની બહાર વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આપવા ગયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકા ચીફ ઓફિસર હાજર ન મળતા નગરપાલિકાના તાળા બધી કરવામાં આવી

trending

હાલોલ શહેરના જાહેર રસ્તાઓ કંજરી રોડ, ગોધરા રોડ, વડોદરા રોડ ઉપર ઉડતી ધુળને નિયંત્રણ કરવા માટેના કોઈપણ પગલા હાલોલ નગરપાલિકા દ્વારા લેવામાં આવતા નથી.. જ્યારે હાલોલ માં અનેક પાર્ટીઓ દ્વારા આવેદનપત્ર કે ધરણા કરવામાં આવે ફક્ત દેખાવ પૂરતી ધૂળ સાફ કરવામાં આવે છે અને પાણી છાંટવામાં આવે છે… બે દિવસ પછી યથાવત્ પરિસ્થિતિ થઈ જાય છે.

બે દિવસ પછી પાણી પણ છાંટવાનું બંધ કરી નાખવામાં આવે છે ..હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શાસિત નગરપાલિકા હાલોલની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય અને તેમની તકલીફો વધારી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.. તેના વિરોધમાં આજરોજ હાલોલ કોંગ્રેસ દ્વારા હાલોલ ચીફ ઓફિસરશ્રી ને ગાજર અને લોલીપોપ આપી પોતાનો વિરોધ દર્શાવેલ હતો. હાલોલ નગરજનોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો ખરી જ પણ સાથે સાથે વાહન ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વધુમાં આ વિષય ઉપર ચીફ ઓફિસરની બાહેધરી પણ માંગવામાં આવી હતી.. ચીફ ઓફિસર નગરપાલિકા ઉપર ન આવતા નગરપાલિકાને તાળાબંધી કરતાં ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી ગુરુરાજસિંહ ચૌહાણની અટકાયત કરવામાં આવી..જેમાં હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, ઉપ પ્રમુખ કિરીટભાઈ દરજી, મહામંત્રી શ્રી જેકસનભાઈ , પ્રદેશ મહામંત્રી ગુજરાત યુવક કોંગ્રેસના ગુરુરાજસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી સ્નેહ રશ્મિકાંત ચૌહાણ, મહિલા પ્રમુખશ્રી ભારતીબેન દરજી ઉપપ્રમુખશ્રી કનુભાઈ દરજી , મહામંત્રી શાહિદાબેન રાઠોડ, શહેર મંત્રી સિદ્ધિમોહમ્મદ હનીફ ,ચૌહાણ વસીમભાઈ હીત કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *