આપને એવા ગણા મંદિરો જોયા હસે જ્યાં દરેક મંદિર ની એક અનોખી વિશેષતા હોય છે. એવુજ એક હનુમાન દાદાનું ચમત્કારી મંદિર કે જ્યાં શ્રીફળ વધેરતા નથી ને શ્રીફળને રમતું મૂકી દેવામાં આવે છે આજે આ મંદિર માં શ્રીફળનો પહાડ બની ગયો છે વર્ષો થી ભક્તો અહી શ્રીફળને રમતા મૂકી દે છે. છતાં આજ સુધી આ શ્રીફળને બગડતા નથી શ્રીફળના આ પહાડ માંથી કોઈ વાસ કે દુર્ગંધ આવતી નથી ચમત્કારી મંદિર કે જ્યાં દર્શન માત્ર થી ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થાય છે ભક્તો દાદા ના દર્શન માટે દૂર દૂર થી આવતા હોય છે.
વાત કરીએ છીએ ગેળા હનુમાન દાદા ની જે બનાસકાંઠાના ગેળા ગામે આવેલ ચમત્કારી હનુમાન દાદા નું આ મંદિર ખીજરા ના ઝાડ માંથી સ્વયમ પ્રગટેલ આ પ્રતિમા નું એક અનોખું મહત્વ ને ચમત્કારી આ મંદિર ભક્તોની અનોખી શ્રધ્ધા ધરાવતું આ મંદિર આશરે ૪૦૦ પુરાણું હોવાનું કહેવાય છે.
આ ગેળા હનુમાન મંદિર આવતા ભક્તો કેમ શ્રીફળને વધેરતાં નથી તેની વાત કરીએ તો ગેળા ગામે એક બ્રાહ્મણ એક વાર ખોદકામ કરતા જમીનની અંદર એક શીલા દેખાતા ગામના લોકોને વાત કરી તો ગામમાં એક સાધુ મહાત્મા શંભુગીરીજી આવેલા હતા તેમને વાત કરતા તેમને કહિયુ કે આ હનુમાન દાદા ની પ્રતિમા છે. ગામની રક્ષા કરશે ને કોઈ રોગ નહિ આવે માટે આની પૂજા કરજો ને તેલ સિંદૂર ચડવજો ને તમારા ધરેલા કામ પાર પડશે ને તમારી બધી મનોકામના હનુમાન દાદા પૂરી કરશે.
અહીંયા મંદિર માં કોઈ શ્રીફળને વધેરી ને પ્રસાદ ખાવો નહિ નહી તો એકના બદલે બે શ્રીફળ મૂકવા આવું પડશે. ત્યારથી હનુમાન દાદા ના ચમત્કારી મંદિર માં શ્રીફળ વધેરાતા નથી. ગેળા
હનુમાન મંદિર માં દૂર દૂર થી ભક્તો આવે છે. આજે હનુમાન દાદા અહી આવતા ભક્તો ની મનોકામના પૂરી કરે છે. ભક્તોની હનુમાન દાદા માં અપાર શ્રદ્ધા ને આસ્થા જોડાયેલી છે. હનુમાન દાદા ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે હનુમાન દાદા ના દર્શન કરીને ભક્તો ધન્ય તાનો અનુભવ કરે છે.
ગેળા હનુમાન દાદા નું આ એક ચમત્કારી મંદિર કે જ્યાં દર્શન માત્ર થી ભક્તોના તમામ સંકટો નું નિવારણ દાદા કરે છે. અહી આવતા ભક્તો ની હનુમાન દાદા માં અપાર શ્રદ્ધા જોડાયેલી છે ને ભક્તોના દુઃખ દર્દ હનુમાન દાદા હરી લે છે.