મંત્ર નો અર્થ થાય છે કે મને એક તંત્રમાં બાંધવું જ્યારે તમારું મગજ વધારે પડતા વિચારો કરતું હોય ત્યારે મનને શાંત કરવા માટે મંત્રનો ઉચ્ચાર કરવાથી તમારું મન શાંત પડી જશે તમે જ્યારે પણ તમારા ઈષ્ટ દેવની પૂજા કે પ્રાર્થના કરતા હોય ત્યારે તેમનો મંત્ર જાપ કરી શકો છો
આપણા હિન્દુ ધર્મમા મંત્ર ના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે સાત્વિક તાંત્રિક અને સાબર આ બધા મંત્રોનું અલગ-અલગ મહત્વ રહેલું છે રોજ બોલવામાં આવતા મંત્રને સાત્વિક મંત્ર કહેવામાં આવે છે આજે હું તમને હનુમાન દાદાના એક એવા મંત્ર વિશે જણાવીશ જેને બોલવાથી તમામ દુખડા દૂર થશે
આજે પણ ભારતમાં હનુમાન દાદાના ઘણા મંદિરો આવેલા છે તે દરેક મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો આવતા હોય છે હનુમાન દાદા કલયુગના એકમાત્ર જીવીત દેવતા છે તે અવાર-નવાર પોતાના ભક્તોને સાક્ષાત આવીને દર્શન આપતા હોય છે આજે હું તમને એક મંત્ર જણાવીશ જે મંત્રનો ઉચ્ચાર હનુમાનજી સ્વયં પણ કરતા હતા
શ્રી રામ જય રામ જય જય રામ
તમને બધાને ખબર હશે કે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાન દાદા હતા હનુમાનજી રોજ શ્રી રામ જય જય રામ મંત્રનો જાપ કરતા હતા એવું કહેવામાં આવે છે કે આ મંત્રનો નિરંતર જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને ચિંતાઓથી છુટકારો મળે છે તેમજ ભગવાન શ્રીરામનું નામ લેવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે શ્રી રામ જય જય રામ મંત્ર નો જાપ કરવાથી તમામ નકારાત્મક વિચારો તમારા મનમાંથી દૂર થાય છે તેમજ તમારું હૃદયમા ભક્તિભાવનો સંચાર થાય છે આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી અને ભગવાન શ્રી રામ સ્વયં આવીને તમારા તમામ દુઃખ દૂર કરે છે
જ્યારે પણ તમે આ મંત્રનો ઉચ્ચાર કરો ત્યારે તમે તમારા પગમાં પહેરેલા બુટ કે ચંપલ ઉતાર્યા પછી જ આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ મંત્રનો ઉચ્ચાર કરવાથી તમારું મન શાંત પડી જશે