હનુમાન દાદા આવા લોકો ઉપર ખુબ જ ગુસ્સે થાય છે તેમજ તેમના ઉપર પોતાની કૃપા વરસાવતા નથી, પ્રાચીન ગ્રંથો અનુસાર ઘણા કામ એવા છે કે તે કરવાથી હનુમાન દાદા તેવા લોકો પર ખૂબ ગુસ્સે થઈ જાય છે

Astrology

દોસ્તો તમને ખબર જ હશે કે હનુમાન દાદા આજે કલિયુગમાં પણ પોતાના ચમત્કાર દેખાતા હોય છે હનુમાન હનુમાન દાદા પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ગમે ત્યાં કોઈપણ સ્વરૂપે આવી પહોંચતા હોય છે અને પોતાના ભક્તને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડે છે લોકો હનુમાન ચાલીસા રોજ સવારે તેનો પાઠ કરતા હોય અને હનુમાન ના ભક્ત હોય તેવા લોકો પર કોઈ દિવસ દુષ્ટ આત્મા તેમના જોડે આવતી નથી તેમને ભગવાન રામે એક એવું વરદાન આપ્યું છે કે તે કલિયુગના અંત સુધી પૃથ્વીલોક ઉપર જીવતા રહેશે અને કલિયુગમાં થતાં અધર્મનો નાશ કરશે ધર્મની રક્ષા કરશે હનુમાન દાદા એ ઘણા ભક્તો ને પોતાના દર્શન આપ્યા છે પ્રાચીન ગ્રંથો અનુસાર ઘણા કામ એવા છે કે તે કરવાથી હનુમાન દાદા તેવા લોકો પર ખૂબ ગુસ્સે થઈ જાય છે

જે લોકોના ઘરની અંદર માંસ દારૂ વગેરે નું સેવન કરવામાં આવતું હોય તેવા ઘરમાં હનુમાનજી તેમની કૃપા વરસાવતા નથી તેમજ તે ઘરમાં માતા લક્ષ્મી પર આવતા નથી તે તેવા ઘરમાં ગરીબી આવતા વાર નથી લાગતી

જે ઘરની અંદર ભગવાનને માનવામાં નથી આવતા કે તેમની પૂજા અર્ચના કરવામાં ન હોય તેવા ઘરમાં હનુમાન દાદા પોતાની કૃપા વરસાવતા નથી

જે ઘરની અંદર મહિલાઓને મારવામાં આવતી હોય કે તેમનો અપમાન કરવામાં આવતું હોય તેવા ઘર ઉપર હનુમાન ખૂબ ગુસ્સે થાય છે આવા ઘરમાં ધન સંપત્તિ પણ આવતી નથી

જે ઘરની અંદર વડીલો નું અપમાન કરવામાં આવતું હોય તેવા ઘર ઉપર હનુમાન ખૂબ ગુસ્સે થાય છે તેમજ તેવા લોકોને મૃત્યુ પછી નરકમાં જગ્યા મળે છે જે ઘરની અંદર સ્વચ્છતા ન હોય તેવા ઘરમાં પણ હનુમાન રોકાતા નથી જો તમારા ઘરમાં સ્વચ્છતા ન હોય તો નકારાત્મક ઉર્જાનો વાસ વધતો જાય છે નકારાત્મક ઉર્જાનો વાસ વધવાથી ઘરની અંદરની સુખ શાંતિ જતી રહે છે તેવા ઘરમાં ધનની દેવી તરીકે પૂજાતા માતા લક્ષ્મી પણ વાસ કરતા નથી

જે ઘરની અંદર અબોલા પશુ-પક્ષીઓ મારવામાં આવતા હોય કે તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય તેવા તેવા ઘર ઉપર હનુમાન ખૂબ ગુસ્સે થાય છે આવા લોકોને હનુમાન દાદા ખૂબ આકરી સજા આપતા હોય છે

જે વ્યક્તિ સ્ત્રીને ખરાબ નજરથી જોવે તેવા લોકો ઉપર પણ હનુમાન ખૂબ નારાજ હોય છે તેવા લોકોને હનુમાન સજાને પાત્ર ગણે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *