હરભજનને ભારતની ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં આ ખેલાડીને જોવાની અત્યારે પણ આશા છે

Sports

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કહ્યું કે તે અત્યારે પણ યુઝવેન્દ્ર ચહલને ભારતીય T20 વર્લ્ડ કપ ટીમમાં જોવાની આશા રાખે છે. ગત મહિને રાષ્ટ્રીય સિલેક્ટર્સે યુનાઈટેડ અરબ અમીરાત (UAE) અને ઓમાનમાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓને સિકલેક્ટ કર્યા હતા ત્યારે તેમાં યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હરભજન સિંહે યુઝવેન્દ્ર ચહલને ધીમી સ્પીડમાં બોલિંગ ન કરવાની સલાહ આપી, જે સ્પિનરના ટીમથી બહાર થવાનું એક કારણ હતું.

હરભજન સિંહ આ પહેલા પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના UAE ફેઝમાં યુઝવેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ બાદ ભારતીય સિલેક્ટર્સ પર કટાક્ષ કરી ચૂક્યો હતો. હરભજન સિંહે યુઝવેન્દ્ર ચહલ માટે ટ્વીટ કરતા લખ્યું હતું કે તે હંમેશાંની જેમ પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે.. તેને બનાવી રાખ અને સુનિશ્ચિત કર કે તું યોગ્ય સ્પીડથી બોલિંગ કરતો રહે. ખૂબ ધીમું યોગ્ય નથી. અત્યારે પણ તારે T20 વર્લ્ડ કપમાં રમવાની આશા છે. ચેમ્પિયન બોલર.

પૂર્વ ભારતીય ક્રિકેટ ઈચ્છે છે કે સિલેક્ટર્સ ટીમ સાથે રહે કેમ કે એક ખેલાડીને ફોર્મ મેળવવા માટે એક ઇનિંગની જરૂરિયાત છે. તેણે કહ્યું કે જો તમને લાગે છે કે વર્લ્ડ કપમાં જવા માટે સૌથી સારા 15 ખેલાડી પસંદ કર્યા છે તો મારા અંગત વિચાર છે કે હું તેમની સાથે રહીશ કેમ કે જ્યારે વસ્તુ એટલી સારી દેખાઈ રહી ન હોય ત્યારે પણ તમારે લોકો પર વિશ્વાસ દેખાડવો પડશે કેમ કે વસ્તુ ખૂબ જ જલદી બદલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *