મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીનું એક ઓવરમાં ૬ છગ્ગા ફટકારવાનું લક્ષ્ય, જાણો કોણ છે આ ખેલાડી

Sports

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં ૬ છગ્ગા ફટકારવા એક ખાસ ઉપલબ્ધિ છે. અમેરિકાના જસકરન મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની સામેની મેચમાં બોલર ગોડી તોકાની ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા. ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર જસકરન મલ્હોત્રાએ ૨૪ બોલમાં ૧૬ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી ૧૭૩ રનોની અણનમ ઈનિંગ રમી હતી. જસકરન એક જ ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા લગાવવાના મામલામાં સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચ્યો છે. એક જ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે. મોર્ગને અફઘાનિસ્તાન સામે ૨૦૧૯ ના વર્લ્ડ કપમાં ૧૭ છગ્ગા ફટકાર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક ઓવરમાં ૬ છગ્ગા લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જસકરન પહેલા 3 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં ૬ છગ્ગા લગાવ્યા છે. સાઉથ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન હર્શલ ગિબ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬ છગ્ગા લગાવનારો પહેલો ખેલાડી છે.

કૃણાલ પંડ્યા હાલમાં જ કોરોનામાંથી બહાર આવ્યો છે. શ્રીલંકા સામેની સીરિઝમાં આ ભારતીય ખેલાડી કોરોના સંક્રમિત થયો હતો. ત્યાર પછી શું થયું એ તો સૌ કોઈને જાણ છે. મોટાભાગના ખેલાડીઓ ટી20ની બાકીની મેચોમાંથી નદારદ જોવા મળ્યા હતા.

વનડેની જેમ ટી20 ક્રિકેટમાં પણ બે બેટ્સમેનોએ આ રેકોર્ડ બનાવ્યો છે. યુવરાજ સિંહે ૨૦૦૭ ના ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામે એક ઓવરમાં ૬ છગ્ગા જડ્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં યુવરાજે આ કરી દેખાડ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડે પણ આ વર્ષે જ શ્રીલંકા સામેની ટી20 મેચમાં આ કમાલ કરી બતાવી હતી. અકિલા ધનંજયની ઓવરમાં પોલાર્ડે છગ્ગા જડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *