ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની છેલ્લી મેચ વરસાદને કારણે સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. આ મેચ વરસાદને કારણે ડકવર્થ લુઈસ નિયમથી ટાઈ થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 1-0થી પોતાના નામે કરી હતી.
આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટ સાથે આક્રમક ઈનિંગ જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની ઈનિંગમાં એવો શોર્ટ ફટકાર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પંડ્યાએ એક પગ પર ઉભા રહીને સિક્સર ફટકારી હતી રીજી ટી20માં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની ઈનિંગની પાંચમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ આશ્ચર્યજનક સિક્સર ફટકારી હતી.
આ ઓવરમાં ન્યૂઝીલેન્ડનો બોલર ટીમ સાઉથી બોલિંગ કરી રહ્યો હતો. તેણે ઓવરના ત્રીજા બોલમાં એક ખતરનાક બાઉન્સર ફેંક્યો, જે એક પગ પર ઊભેલા પંડ્યાએ બાઉન્ડ્રી લાઇનની પાર પહોંચાડ્યો. પંડ્યાની આ શોર્ટ જોઈને કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેના છનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાએ ઓપનર ઋષભ પંત, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની વિકેટ માત્ર 21 રનમાં ગુમાવી દીધી હતી.
આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની ઈનિંગને સંભાળી અને સ્કોરને પણ આગળ વધાર્યો. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 18 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 166.66ની સ્ટ્રાઇક રેટથી 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
વરસાદના કારણે મેચ ટાઈ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 160 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. 161 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 75 રન બનાવ્યા હતા. દીપક હુડા 9 અને હાર્દિક પંડ્યા 30 રન બનાવીને ક્રિઝ પર હતા, ત્યારબાદ વરસાદને કારણે મેચ રોકવી પડી હતી અને બાદમાં ટાઈ જાહેર કરવામાં આવી હતી.
make the wait for 🏏 to re-start easier with this Captain Pandya SIX clip!
Keep watching Prime Video for more updates from the 3rd #NZvIND T20I.#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/OI3p2SFCoJ
— prime video IN (@PrimeVideoIN) November 22, 2022