આ મંદિર પોરબંદર થી લગભગ ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. હરસિધ્ધિ માતા નું મંદિર કોયલા ડુંગર ઉપર આવેલું છે જે શ્રી કૃષ્ણ એ બંધાવ્યું હતું કોયલા ડુંગરની ટોચ ઉપર અને તળેટીમાં એમ બે મંદિર આવેલા છે.
શ્રીકૃષ્ણના કુળદેવી એટલે કે હરસિધ્ધિ માતા બેટ દ્વારકામાં રહેતા રાક્ષસને નાશ કરવા માટે આ ડુંગર ઉપર તેમને માતાજીની પૂજા કરી હતી અને પૂજાથી પ્રસન્ન થઈ ને કહ્યું કે તમે તો સર્વ સંપન્ન છો તો મને કેમ યાદ કરી ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે શંખાસુર રાક્ષસને નાશ કરવા માટે તમારી મદદની જરૂર છે.
માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો ની સાથે શંખાસુર ને નાશ કરવા જશો ત્યારે દરિયા કિનારે જઈ ને મને યાદ કરજો એટલે હું તમારી મદદ માટે પહોંચી જઈશ.
માતાજીના આશીર્વાદ લીધા પછી ભગવાન શ્રીકૃષ્ણને છપ્પન કોટી યાદવ એ મળી ને કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિ માતા ના મંદિર ની સ્થાપના કરી. આ મંદિર ઉપર જવા માટે 400 પગથિયા આવેલા છે.
આ કુંડ દરિયાથી 50 થી 60 મીટર દૂર આવેલો હોવા છતાં આ કુંડનું પાણી એકદમ મીઠું છે. દરિયાથી આટલો નજીક આવેલો હોવા છતાં પણ આ કુંડનું પાણી મીઠું છે એ કોઈ ચમત્કારથી ઓછું નથી.