દરેકની જિંદગી સરસ મજાની ચાલતી હોય છે પણ કોઈવાર એવી ઘટના બની જતી હોય છે કે જીવનમાં બધું ઉપર નીચે થવા લાગે છે. તેવી પરિસ્થિતિમાં લોકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. હેરાન પરેશાન થવું એ તેનો રસ્તો નથી પણ તેનો હિમ્મતથી સામનો કરવો પડતો હોય છે.
તમે જોયું હશે કે કોઈને અચાનક કોઈ અકસ્માત નડી જાય અને શરીરનો કોઈ ભાગ નબળો પડી જાય તો હિમ્મત હરિ જતા હોય છે તો કોઈ એવા પણ હોય છે કે તેવી સ્થિતિમાં કંઈક નવું શીખીને પોતાની જિંદગીને નવા જ માર્ગે લઇ જતા હોય છે. જાણો તેવા કલાકાર વિષે કે તેને પોતાના શરીરના આ બંને અંગ ન હોવા છતાં કેટલું સુંદર મજાનું કામ કરે છે.
એક ધવલ ભાઈ કરીને વ્યક્તિ છે તેઓ છેલ્લા છ વર્ષથી પ્રોફેશનલ પેન્ટિંગનું કામ કરે છે. તેમને એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. ત્યારબાદ તેમને ઘણું વિચાર્યા બાદ ચિત્રકામ શરુ કર્યું. સાલ ૨૦૦૩માં તેમને ઉત્તરાયણના દિવસે ભૂલથી ઉતાવરમાં તેમને વધુ વીજપ્રવાહ જતો હોય તેવો વાયર પકડી લીધો હતો. વોલ્ટેજ એટલો હતો કે તેઓ ધાબા પરથી નીચે પટકાયા અને શ્વાસ બંધ થઇ ગયો હતો.
તેમનું માનવું છે કે નસીબમાં કંઈક બાકી હશે તેથી ભગવાને મને ચિત્રની કામની કળા સાથે ભગવાને નવો જન્મ આપ્યો. ચિત્ર કામની સારી કામગીરી હોવાથી તેઓ સેલિબ્રિટીના પણ ચિત્રો બનાવવા લાગ્યા. તેમને સલમાન ખાન, અમિતાભ બચ્ચન, કપિલ શર્મા જેવા લોકોના પણ પ્રોટ્રેટ બનાવ્યા છે. તેમને તેમના પરિવારનો પણ સહકાર મળે છે.
તેમને તેમના માતા પિતાની મદદથી યુનિક આર્ટિસ્ટ નામથી સંસ્થાની પણ શરૂઆત કરી છે. તે સંસ્થા થકી તેઓ ફક્ત દિવ્યાંગને જ નહીં પરંતુ તમામ લોકોને મદદ કરવા માંગે છે. તેઓ હાલમાં લાઈવ પેન્ટિંગ શો પણ કરે છે. તેઓ અત્યાર સુધીમાં ઘણા બધા ટેલેન્ટ શો માં ભાગ લઇ ચુક્યા છે.