આજે ખેડૂત આધુનિક અને નવીનતામાં પાકો લેવા માટે પ્રેરાયા છે. જૂની પરંપરાગત ખેતી છોડી ને આધુનિક ખેતી કરી ને લાખોની કમાણી કરી રહ્યાના ગણા લોકો આજે આપણી સામે છે. આમતો એવું માનવામાં આવે છે કે કાજુ ની ખેતી મોટા ભાગે ગોવા મા થાય છે ને કર્ણાટક. કેરાલા ને મહારાષ્ટ્ર.
આસામ અને મનીપુર જેવા રાજ્યો મા કાજુ ની ખેતી કરવામાં આવે છે. કાજુ ની ખેતી માટે આ રાજ્યો નું વાતાવરણ અનુકૂળ હોવાથી આ રાજ્યો મા વર્ષો થી કાજુની ખેતી કરવામાં આવે છે પણ હવે ગુજરાત નો ખેડૂત પણ કાજુ ની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યો છે.
આમ તો કાજુ ની ખેતી જ્યાં હવામાન મા ભેજ નું પ્રમાણ વધુ રહેતું હોય તેવા વિસ્તાર મા કરવામાં આવે છે પણ હમણાં થોડા સમય થી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી ને નવતર પ્રયોગો કરીને નવી નવી બાગાયત ખેતી કરી રહ્યા છે ને તેમાં સારુ એવું કમાઈ પણ રહ્યા છે.સૌરાષ્ટ ના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતર મા કાજુ ની સફળ ખેતી કરી ને એક મિસાલ કાયમ કરી છે હરવદ તાલુકાના શિવપુર ગામના અશોકભાઈ નામના પ્રગતિ શીલ ખેડૂતે કાજુ ની ખેતી કરી છે તેમનો ખેતી નો એક અજબ શોખ છે અશોકભાઈ એવું મને છે કે બીજા ખેડૂતો કરતા અલગજ ખેતી કરવી જોઈએ.
અશોકભાઈ ને કાજુની ખેતી કરવાની પ્રેરણા કૃષી પ્રદર્શન જોયા પછી મળી ને પછી તો અશોકભાઈ એ કાજુ ની ખેતી વિશે ની માહિતી મેળવી ને ગોવાથી કાજુના રોપા લાવી ને 2.5 વીઘા મા કાજુ નું વાવેતર કર્યું ને આજે કાજુ નું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે એ વાત આજે ગુજરાત માટે ગૌરવ આપાવનારી વાત છે.
અશોકભાઈ આજે પોતાની 80 વીઘા જમીન માંથી 60 વીઘા જમીન મા તેવો અલગ અલગ બાગાયત ખેતી કરી રહ્યા છે જેવી કે ચીકુ, કેરી,દાડમ, લીંબુ,કાજુ જેવી બગાયતિ ખેતી કરે છે અને કરોડો ની કમાણી કરી રહ્યા છે. આજે પણ અશોકભાઈ કહે છે કે બાગાયત ખેતી મા ઓછા ખર્ચે સારી આવક કરી શકાય છે. અશોકભાઈ કહે છે હજુ તો કાજુ પાછળ તો કામ ચાલુ છે કેવીરીતે ઉત્પાદન વધારવું તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે વીગે 35 થી 40 હજાર રૂપિયા જેટલું ઉત્પાદન લઈ રહ્યા છે પણ અશોકભાઈ કહે છે હજુ કાજુ ના ઝાડ નાના છે એક બે વર્ષ મા સારુ એવું ઉત્પાદન મળશે.
આજે મિત્રો પરમ પરંગત ખેતી છોડી ને ગુજરાત ના ખેડૂતો આજે નવીનતામાં ખેતી કરવા માટે પ્રેરાયો છે ને આજે સારી એવી આવક લઈ રહ્યા છે.