આપણા હિન્દુ ધર્મમાં મંદિરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે દરેક હિન્દુ ઘરમાં દેવી દેવતાને પુજવા માટે એક નાનું મંદિર હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કઈ વસ્તુને મંદિરમાં રાખવી કે નહીં તેના વિશે ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી દરેક વસ્તુમાં એક અદ્રશ્ય ઉર્જા રહેલી હોય છે. જે તમારા ઘરમાં સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ ઉભો કરતી હોય છે હું તમને જણાવીશ કે ઘરના મંદિરમાં આ વસ્તુ મૂકવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
વાસ્તુ અનુસાર ઘરનુ મંદિર ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિશામાં મંદિર બનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે મંદિરને ભૂલથી પણ દક્ષિણ દિશામાં બનાવવું જોઈએ નહીં.
ઘરના મંદિરમાં એક મોર પંખ અવશ્ય રાખવું જોઈએ મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હતું તેમને મોર પંખને પોતાના મુગટ માં સ્થાન આપ્યું હતું ઘરના મંદિરમાં મોર પંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
ઘરના મંદિરમાં શંખ રાખવો જોઈએ શંખની પ્રતિદિન ઘરમાં વગાડવાથી ઘરમાં આવેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે પૂજા સ્થળ ઉપર શંખ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે.
ઘરના મંદિરમાં ગંગાજળ રાખવું જોઈએ આપણા હિન્દુ ધર્મ ગંગાજળનું ખુબ મહત્વ રહેલું છે માનવામાં આવે છે કે ગંગા જળ કોઈ દિવસ ખરાબ થતું નથી આપણા હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ઘરના મંદિરમાં ગંગાજળ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે.