ગુજરાતની અસ્મિતા કડી
તસ્વીર અજયસિંહ જાદવ
— પાંચ દિવસ સુધી બાલાપીર દરગાહ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે
— લાખો હિન્દુ મુસ્લિમ લોકો પાંચ દિવસ માં બાલાપીર દરગાહ ખાતે ઉમટી પડશે
કડી ના કલ્યાણપુરા સ્થિત હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બાલાપીર દરગાહ ખાતે 21 માર્ચ થી પાંચ દિવસ સુધી ઉર્સ (લોકમેળો) યોજાશે.
સૈયદ હજરતપીર અહમદ હુસેન બાલાપીર (રે.અ.) ના જન્મતિથિ નિમિતે સંડલ શરીફ યોજાનાર છે.કોરોના કાળ ના બે વર્ષ મોકૂફ રાખવામાં આવેલ ઉર્સ કોરોના ની પરિસ્થિતિ થાળે પડતાં આ વર્ષે યોજાનાર છે.બાલાપીર દરગાહ કમિટી દ્વારા આ વર્ષે 21 માર્ચ થી 25 માર્ચ સુધી પાંચ દિવસ સુધી ઉર્સ (લોકમેળો) યોજાશે. કડી ના કલ્યાણપુરા રોડ ઉપર નાનીકડી સ્થિત બાલાપીર દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાય છે. મુસ્લિમની સાથે હિન્દુઓ પણ દિલ્હી,મુંબઈ સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને બાલાપીર દરગાહ ખાતે આવતા હોય છે.ઉર્સ ના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ ના તેમજ ગુજરાતના ખૂણે ખૂણે થી આવતા હોય છે.21 માર્ચ થી પાંચ દિવસ સુધી યોજાનાર ઉર્સ માં લાખો હિન્દુ મુસ્લિમ લોકો દરગાહ ખાતે દર્શન માટે ઉમટી પડશે જેના ભાગ રૂપે બાલાપીર દરગાહ કમિટી એ તમામ તૈયારીઓ કરી દીધી છે.21 માર્ચ ના રોજ કસ્બા માંથી બેન્ડ વાજા અને નવ નિશાન સાથે નીકળતું સંડલ શરીફ સરકાર ની ગાઇડલાઈન મુજબ આ વર્ષે દરગાહ માં જ રાખવામાં આવશે.
21 માર્ચ સોમવાર ના રોજ યોજાનાર ઉર્સ સંદર્ભે દરગાહ કમિટી દ્વારા સમગ્ર કામગીરી આટોપી લેવામાં આવી હોવાનું બાલાપીર દરગાહ ના ટ્રસ્ટી કમ મુજાવર દીવાન કાસમશા રમઝાનીશા એ જણાવ્યું હતું.