સલગતી ધજા ઝીલનારના નિઃસંતાન ના ઘરે પારણું બંધાતુ હોવાની શ્રદ્ધા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામમાં હોળી પર્વની અનોખી ઉજવની કરવામાં આવી હતી હોળીની સાથે મહાકાળી માતાજીની પૂજા કરવામાં આવી હતી.
હોળી પ્રગતાવ્યાં બાદ હોળીના ધગધગતા અંગારા પર લોકો ખુલ્લા પગે ચાલી અનોખીરીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ખેડબ્રહ્માથી અંબાજી હાઇવે પર આવેલ આગિયા ગામની હોળી જોવા રાજ્યભરમાંથી અને રાજસ્થાનમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
.
ગુરુવાર રાત્રે આગિયામાં હોળી પ્રગટાવ્યા બાદ વાગેલા વંશજો ઘ્વારા એક વાસ સળગાવી દોડતા મહાકાળી મંદિરમાં આવેલી વાવ માં વાસને ઠારવામાં આવ્યો હતો ત્યાર બાદ ગામલોકોએ હોળીના અંગારા પોહળા કરી દીધા હતા જેમાં ગામના તથા આજુબાજુ થી જોવા આવેલા લોકોએ મહાકાળી માતાજીના જય ઘોસ સાથે ખુલ્લા પગે ધગધગતા અંગારા પર દોડવાનું શરૂ કર્યું હતું અનોખી વાત એ છે કે ચાલનાર માથે કોઈને દાઝયું ન હતું. આગિયા ગામના લોકોના જણાવ્યા અનુસાર જેની પાસે સોના, ચાંદીના દાગીના અને ચામડાની વસ્તુ હોય તેને જ દઝાય છે જે માટે ગામ લોકો ખાસ તકેદારી રાખે છે.
અન્ય એક માન્યતા અનુસર હોળી પર લગાડવામાં આવેલ ધજા સળગ્યા બાદ ઉડીને નીચે આવે અને તેને કોઈ નિઃસંતાન વ્યકિત ઘ્વારા ઝીલવામાં આવે તો તેના ઘરે પારણું બંધાતુ હોવાની પણ માન્યાતા અહીં પ્રચલિત છે.