હોલીકા ઉત્સવ દરમિયાન હોળીના ઉત્સવ ની પાછળ અનેક વાર્તાઓ છુપી છે. હીરણ્યકષ્યપુ નામના રાક્ષસ ને ત્યા પ્રહલાદ જેવો ભક્ત પુત્ર નો જન્મ થવો એટલે એતો કાદવમા કમળની માફક સંસ્કારોથી અલગ પ્રહલાદ નુ અંતઃ કરણ ભગવદ ભક્તી થી ભરેલુ હતુ. તેના પિતાએ પ્રહલાદ ને બદલવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ઠાવાન બાળકને બદલવામા તે સમર્થ બન્યો નહી ત્યારબાદ તેને મારવાના પ્રયત્નો શરુ કર્યા અને પ્રહલાદ ને અગ્નિ મા બાળીને મારવાના પ્રયત્નો કરવામા આવ્યા.
પ્રહલાદ અગ્નિ માથી ઉઠીને ભાગીન જાય તે માટે હીરણ્યકષ્યપુની બહેન હોલીકાને પ્રહલાદ ને ખોળામા લઈ ને અગ્નિમા બેસવા તૈયારીઓ કરાઈ.હીરણ્યકષ્યપ ની બહેન હોલીકા ને વરદાન હતુ કે અગ્નિ તેને બાળશે નહી અને માનવને નળશે નહી પરંતૂ પ્રહલાદ ની પ્રભુ ભક્તિ થી હોલીકાનુ દહન થાય છે તે દિવસ એટલે ફાગણ સુદ પુનમ નો દિવસ.આજના દિવસે પ્રહલાદ જેવા ઈશ્વર ભક્ત ને બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે હોલીકા પ્રહલાદને લઈ ને અગ્નિમા બેસી હતી. ત્યારે નગરના બધા લોકોએ ઘરઘરમા અગ્નિ પ્રગટાવી અગ્નિ દેવને પ્રાર્થના કરવામા આવી હતી.
જે અગ્નિ એ લોકોના અંતઃ કરણ ની પ્રાર્થના સ્વીકારી અગ્નિ કસોટી માથી હોલીકા નષ્ટ થઈ ને પ્રહલાદની ભક્તી સફળ થઈ ઘરઘર અગ્નિ પુજાએ રુપ લીધુ.હોલીકા દહનથી ખુશ થયેલા લોકો એ ઉત્સવ મનાવ્યો.આનંદ ના વાતાવરણથી રંગીન બનેલા લોકોએ એકબીજા ઉપર રંગ ગુલાલ ઉડાવ્યા.તો કોઈ કે ધુળ ઉડાળવાનુ શરુ કર્યુ અને તેમાથી ધુળેટી એ રુપ ધારણ કર્યુ.
હોળીનો ઉત્સવમા કેવળ નકામો કચરો જ નહી પણ આપણા જીવનમા રહેલા આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ અને કચરાને બાળવો જોઈએ.હોલીકા ઉત્સવ ફાગનના રંગો થી આપણા જીવણને રંગીન બનાવતો વસંતોઉત્સવમા પણ સંયમની દીશા આપતો અહંને બાળવાનો સંદેશ આપે છે