ઘણીવાર લોકો ખુબ અથાગ મહેનત કરતા હોય છે છતાં તેમને જોઈએ તેવી સફરતા નથી મળતી. તેઓ ફરિયાદ કાર્ય કરતા હોય છે કે ઘણી મહેનત કરતા છતાં આર્થિક સ્થિતિમાં સુધારો નથી આવતો. તેવા સંજોગમાં દરેક વ્યક્તિ વિચારે છે કે શું કરવું જેથી મહેનતના પૈસા ઘરમાં જ રહે.
જો તમે પણ પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો તો એક આ ઉપાય જે તમારી તકલીફો દૂર કરી શકે છે. એક નેનો દીવો પણ તમારી સમશ્યાઓ દૂર કરી શકે છે. આવા નાના નાના ઉપાયો દ્વારા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં લક્ષ્મીના દ્વાર ખુલે છે.
આજે અમે તમને દિવા વિશેના એવા ઉપાયો જણાવવા જય રહ્યા છીએ જેને તમે એક અઠવાડિયા સુધી કરશો તો લક્ષ્મી માતા ખુશ થાય છે મતલબ કે પ્રસન્ન થાય છે. જેના કારણે ઘરમાં ધનની માતા લક્ષ્મીનું આગમન ખુબ ઝડપથી થાય છે.
૧) ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન મેળવવા માટે ઘરના આંગણાંમાં તુલસીનો છોડ હોવો જરૂરી છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તેને લગાવો અને સાંજના સમયે તુલસી પાસે દીવો કરો.
૨) શનિવારના દિવસે મુખ્ય દરવાજા પાસે સરસવના તેલનો દીવો કરવાનો જયારે તે દીવો ઓલવાઈ જાય ત્યારે બાકી વધેલું તેલ પીપળના ઝાડ પર ચડાવવાનું.
૩) કોઈ પણ જરૂરિયાતમંદ તમારા દ્વારે આવ્યો હોય તો તેને ક્યારેય પણ ખાલી હાથે પાછો ન જવા દો, તમારાથી શક્ય બને તેટલું દાન કરો.
૪) જયારે પણ તમારા ઘરની અંદર ઘી નો દીવો કરવામાં આવે તો તેમાં કપૂર નાખો જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે.
૫) જયારે પણ તમને કોઈ કમાણી થાય કે પગાર મળે તો તેમાંથી થોડા પૈસા નીકારીને પૂજા ઘરમાં રાખો, તેનાથી ઘરમાં ઘનનો વધારો થાય છે.
આ છે દીવાના ઉપાયો જે આર્થિક તકલીફો અને સંકડામણો દૂર કરી શકે છે. આવા નાના ઉપાયો કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે અને આર્થિક સંકટ દૂર થાય છે.