હોટલમાં ચેક આઉટ ના સમયે તમે આ વસ્તુઓ તમારી સાથે લઈ જઈ શકો છો, તેના પૈસા તમારે ચૂકવવા પડશે નહીં

Uncategorized

દરેકને એકવાર તો હોટલમાં જવાનો શોખ હોય છે. સૌ કોઈને સુંદર મજાની વૈભવી હોટલ માં જવાની ઈચ્છા ધરાવતા હોય છે. જ્યારે આપણે હોટલમાં જઈએ ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા તમામ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ અમુક લોકોના મગજમાં એવી ગેરસમજ હોય છે કે તેઓએ હોટલની રુમના પૈસા આપ્યા છે તો હોટલની દરેક વસ્તુ પર તેમનો અધિકાર છે. હોટલની દરેક વસ્તુ લેવાની છૂટ નથી હોતી, પરંતુ ઘણા લોકો જાણે-અજાણે ચેકઆઉટ ના સમયે હોટલની કીમતી વસ્તુઓ બેગમાં રાખતા હોય છે.

હોટલમાં જ્યારે આપણે રોકાયા હોય ત્યારે આવી પ્રવૃત્તિઓ ટીવી જોઈએ કારણકે આપણે જ્યારે હોટલમાં રોકાઇ એ ત્યારે હોટલ પાસે આપણી તમામ માહિતી હોય છે. જો હોટલવાળા આપની સામે ચોરીની ફરિયાદ દાખલ કરે તો આપણે જેલમાં પણ જવું પડતું હોય છે. પરંતુ તમને આજે હું એવી કેટલીક વસ્તુ જણાવીશ કે તમે હોટલમાંથી નીકળતી વખતે કેટલીક વસ્તુઓ તમારી સાથે લઈ જઈ શકો છો.

  1. ચા, કોફી અને ખાંડના પાઉચ
    આપણે હોટેલમાં પ્રવેશ્યા ત્યારે આપણને ચા-કોફી અને ખાંડના પાઉચ જોવા મળતા હોય છે. તે હોટેલ દ્વારા આપણને નિશુલ્ક આપવામાં આવે છે જો આપણે પૂછીએ તો જરૂરિયાત મુજબ વધારાના પાઉચ લઈ જઈ શકીએ છીએ અને આપણે તેને ચેકઆઉટ ના સમય પણ સાથે રાખી શકીએ છીએ.
  2. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ
    બીજું કે તમામ નાની-મોટી હોટલો તેમાં આવતા ગ્રાહકોને ફ્રી મા ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ આપતા હોય છે. જો તમે ઈચ્છતા હોય તો તેને તમારી સાથે લઈ જઈ શકો છો. મોટાભાગે આ પ્રોડક્ટમાં હોટલ નો લોગો હોય છે જેના કારણે હોટલની મફતમાં જાહેરાત થાય છે.
  3. શેમ્પુ અને સાબુ
    જો તમે હોટલમાં ગયા હશો તો તમે જોયું હશે કે હોટેલ દ્વારા શેમ્પુ અને કન્ડિશનર તથા સાબુ આપવામાં આવતો હોય છે. આ વસ્તુને તમે તમારી આગળ ની મુસાફરી માટે ઉપયોગમાં લેવા માગતા હોય તું લઈ જઈ શકો છો
  4. નાસ્તો
    તમને હોટેલ દ્વારા મફતમાં આપવામાં આવતું નાસ્તો તમે પેક કરી શકો છો. તમે જ્યારે હોટલમાં પ્રવેશો ત્યારે આગળના ભાગમાં એટલે કે ફ્રન્ટ ડેસ્ક પર કંઈક ફ્રી મા ખાવા માટે મૂકેલું છે તો તેની કોઈપણ ખચકાટ વગર તેને લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *