જાણીતા બોલિવૂડ સિંગર યો યો હનીસિંહ ફરી એકવખત વિવાદ માં અટવાયો છે. એની પત્ની શાલિની તલવારે કોર્ટ ના દ્વાર ખખડાવ્યા છે. શાલીને સિંગર પર ધ પ્રોટેકશન ઓફ વુમન ફ્રીડેમ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ અંતર્ગત અરજી દાખલ કરી છે. દિલ્હી ની ત્રીસ હજારી કોર્ટ માં અરજી કરવામાં આવી છે. જે મેજિસ્ટ્રેટે તાનિયા સિંહ સામે રજૂ કરવામાં આવી હતી.
વકીલ સંદીપ કપૂર, અપૂર્વા પાંડે અને જી.જી. કશ્યપે શાલિની તલવાર તરફથી અરજી કોર્ટમાં રાખી હતી. કોર્ટે હનિસિંહ સામે એક નોટિસ પણ જાહેર કરી છે. જેમાં સિંગરને તા.28 ઓગસ્ટ પહેલા રીપ્લાય ફાઈલ કરવા વાત લખી છે. બંનેની જોઈન્ટ પ્રોપર્ટીને ન વેચવા અને સ્ત્રીધન સાથે કોઈ ચેડા ન કરવા પર હનિસિંહ પર રોક લગાવી છે. શાલિની તલવારની તરફેણમાં ઓર્ડર પાસ કરી દેવામાં આવ્યો છે.
સિંગરની પત્નીએ પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. શારીરિક હિંસા, યૌન હિંસા, માનસિક અત્યાચાર તથા આર્થિક હિંસાનો આરોપ મૂક્યો છે. પતિ તેમજ એના માતા-પિતા, બહેન પર આરોપ મૂક્યા છે. કોર્ટને શાલિનીએ કહ્યું હતું કે, એને એના રૂપિયા પરત મળે અને મિલકત જે એના અને હનિસિંહના નામે છે એ વેચવા પર રોક લગાવી દેવામાં આવે. ૨૦ વર્ષની દોસ્તી અને લવ અફેર્સ બાદ વર્ષ ૨૦૧૧ માં બંનેના લગ્ન થયા હતા. દિલ્હીના એક ફાર્મહાઉસમાં લગ્ન થયા હતા.
જોકે, આ લગ્ન અંગે બીજા કોઈને જાણ કરવામાં આવી ન હતી. શિખ રીત-રીવાજ અનુસાર બધુ સંપન્ન થયું હતું. ફીયર ફેક્ટર-ખતરો કે ખિલાડી-5ની સ્પર્ધક ડિયાના ઉપ્પલ સાથે પણ એના રિલેશનશીપની ચર્ચા શરૂ થઈ હતી. પણ હનિ અને શાલિનીના સંબંધોમાં કોઈ તિરાડ પડી ન હતી. પછી બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પછી ખોટી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાયું હતું.
જોકે, આ મામલે હજુ સુધી હનિસિંહ તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા જાણવા મળી નથી. થોડા સમય પહેલા તે ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આમ તો સેલિબ્રિટીઓના અંગતજીવનમાં કોઈને કોઈ કારણોસર ભંગાણ પડતા હોય છે પણ આ કેસમાં એની પત્નીએ પતિ તથા સાસરિયા સામે આક્ષેપ કર્યા છે. પણ હનિસિંહ તરફથી કોઈ પ્રકારનો જવાબ સામે આવ્યો નથી.