આ છે ભારતના ૯ આઇલેન્ડ, જેની ઓછા લોકો ને ખબર છે

Uncategorized

આઇલેન્ડ પર ફરવાની વાત થાય તો ભારતીયોના દિમાગ માં આંદામાન નિકોબાર અથવા તો માલદીવ જ આવે છે. પરંતુ ભારત માં એવા પણ ઘણા હિડન આઇલેન્ડ્સ આવેલા જે જેને ઘણા લોકોએ એક્સપૉલર કર્યા છે. મતલબ આવા આઇલેન્ડ ની જાણકારી લોકોને ઘણી ઓછી છે, તો ચાલો મિત્રો જોઈ લઇએ એવા જ કેટલાક ભારત ના હિડન આઇલેન્ડ્સ વિશે માહિતી.

બેરેન આઇલેન્ડ્સ આંદામાન : આંદામાન પોતાના સુંદર આઇલેન્ડ્સ માટે જાણીતો છે. પરંતુ તેના બેરેન આઇલેન્ડ અંગે ઘણા ઓછા લોકોને જાણ છે. આ સુંદર આઇલેન્ડ્સ હઝુ સુધી દુનિયાની ની નજર થી છુપાયેલો છે.

સાઓ જેસીટો ગોવા : ગોવા પોતાના સુંદર બીચ ડેસ્ટિનેશન માટે દુનિયાભરમાં જાણીતી જગ્યા છે. પરંતુ શું તમે જાણો છો ગોવામાં ઘણા એવા હિડન આઇલેન્ડ પણ છે. સાઉથ ગોવા ની અંદર સાઓ જેસિંટીઓ નામનો એક આવેલો છે ૨૨ કિમિ માં ગેલાયેલો છે. આ આઇલેન્ડ ને હઝુ સુધી ઘણા ઓછા લોકો જોડે જાણકારી છે.

દીવર આઈલેન્ડ, ગોવા : સાઉથ ગોવાના મંડોવી નદી પર બનેલો દીવર આઈલેન્ડ પણ હજુ સુધી લોકોની નજરોથી ઓજલ રહ્યો છે. અહીંનું શાંત વાતાવરણ, પ્રકૃતિ અને સુંદર બીચ આઈલેન્ડની ખૂબસૂરતીને દર્શાવે છે.

કાવ્વાયી, કેરળ : કેરળના કાવ્વાયીમાં પણ એક સુંદર હિડન જેમ્સ આઈલેન્ડ આવેલો છે. ઈબ્ન બતૂતા અને માર્કો ડે પોલો જેવા ઈતિહાસકારોએ પોતાના ટ્રાવેલ પુસ્તકમાં આ આઈલેન્ડની વાત કરી છે.

મજૌલી આઈલેન્ડ, અસમ : અસમમાં આવેલા મજૌલીમાં દુનિયાનું સૌથી મોટું રિવર આઈલેન્ડ છે. માનસૂન સમયે આ આખો આઈલેન્ડ પાણીમાં ડૂબી જાય છે. તેની સુંદરતા અંગે ઘણા ઓછા લોકોને ખબર છે.

ઉમાનંદા આઈલેન્ડ, અસમ : અસમમાં ઉમાનંદા આઈલેન્ડ પણ પોતાની સુંદર જગ્યાઓને છૂપાડીને બેઠું છે. ઘણા ટુરીસ્ટ અહીં માત્ર મંદિરના દર્શન કરવા માટે આવે છે.

સેન્ટ મેરી આઈલેન્ડ, કર્ણાટકા : કર્ણાટકામાં આવેલું સેન્ટ મેરી આઈલેન્ડ ચાર સુંદર દ્વીપોનો એક સમૂહ છે. ઓફબીટ ડેસ્ટિનેશનની તલાશમાં ફરનારા લોકો માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે.

દીવ, ગુજરાત : ગુજરાતમાં આવેલું દીવ દ્વીપ પણ લોકોની નજરોમાં ઘણું ઓછું જાણીતું બની રહ્યું છે. અહીં આવેલી ગુફાઓમાં સવારે આવતો સૂર્યપ્રકાશ તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ સુંજર જગ્યા તમને પુર્તગાલી અને ગુજરાતી સંસ્કૃતિના મિશ્રણને દર્શાવે છે.

હોપ આઈલેન્ડ, આંધ્ર પ્રદેશ : કાકીનંદા ફોર્ટથી બોટની સવારી કરી આંધ્ર પ્રદેશન હોપ આઈલેન્ડ સુધી પહોંચી શકાય છે. આ આઈલેન્ડની સુંદરતા તમને ક્યારેય નિરાશ કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *