ઈડરના સુરપુર ગામમાં દીપડાએ તબેલામાં ગુસી છ બકરાનું મારણ કર્યું.

Latest News

ઈડર તાલુકાના સુરપુર ગામની સીમમાં દીપડો દેખાવવાના બનાવો અવારનવાર બનવા પામતા હોય છે.ત્યારે સુરપુરના ખેરપુર વિસ્તારમાં રહેતા મહેંદીઅલી હસનઅલીનો તબેલો ડુંગળ પાસે આવેલો છે .તબેલામાં ૩ ગાયો, ૧ ભેંસ, ૨ ભેંસની પાડી,અને ૧૨ બકરા રાખી પશુપાલન નો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ૧૫ માર્ચના રાત્રીના આશરે ૩ વાગ્યાના સમયે ખૂંખાર દીપડાએ તબેલામાં ઘૂસીને ૬ બકરાનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે વહેલી સવારે ઉઠી મહેંદીઅલી તબેલામા દૂધ દોહવા ગયા હતા ત્યારે તબેલા જોતા ૬ બકરા મરણ હાલત હતા અને બીજા બકરા બીકના મારે ગામણની અંદર અને નીચે છુપાઈ ગયા હતા વહેલી સવારે થતા બકરા મારણની જાણ વન વિભાગ ને સરપંચ દ્વારા કરવામાં આવતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરી હતી.

બોક્ષ- આ બાબતે ઈડર વન વિભાગના આર.એફ.ઓ શુ કહે છે.

ગુજરાતની અસ્મિતા સાથે વાત કરતા ઈડર વન વિભાગના આર.એફ.ઓ ગોપાલ પટેલ દ્વારા જણાવાયું કે સુરપુર ગામના ખેરપુર વિસ્તારમાં દીપડાએ ૬ બકરાનું મારણ કરી નાસી છૂટ્યો છે અને જે બનાવની જાણ વન વિભાગને થતા વન વિભાગનો સ્ટાફ અને ડોકટર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી દીપડો પકડવા ઘટના સ્થળે પાંજળું મુકવામાં આવ્યું છે. અને રાત્રી દરમ્યાન આ વિસ્તારોમાં પેટ્રોલીગ ચાલુ રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *