હવે બેંકો પોતાના ATM માં દરેક સમયે રોકડ રાખવી પડશે. જો બેંક આવું કરતી નથી તો તેને દંડ ભરવો પડશે. ભારતીય રિઝર્વ બેંકે એક નવું સકૃલર બહાર પાડ્યું છે. જેમાં આ કડક આદેશ આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ નવો નિયમ પહેલી ઓક્ટોમ્બર ૨૦૨૧ થી લાગુ થઇ જશે.
જો કોઇ એટીએમ માં એક મહિનામાં ૧૦ કલાક સુધી રોકડ રહેતી નથી તો તેના બેંક પર રિઝર્વ બેંક દંડ લગાવશે. રિઝર્વ બેંકનું આ પગલું ગ્રાહકોના હિતમાં છે. ઘણી બેંકોના એટીએમ માં મોટેભાગે રોકડ ન મળવાને લીધે ગ્રાહકો પરેશાન રહે છે.
રિઝર્વ બેંકે પોતાના સર્કુલરમાં કહ્યું કે, એટીએમ ના ડાઉનટાઇમની સમીક્ષામાં એ કહેવામાં આવ્યું કે એટીએમ રોકડની ઉપલબ્ધતા ન હોવાના કારણે સામાન્ય નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડે છે. માટે એ નક્કી કરવામાં આવ્યું છે કે બેંક વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરમાં રોકડની ઉપલબ્ધતાની દેખરેખની પોતાની સિસ્ટમને મજબૂત કરે અને એ સુનિશ્ચિત કરે કે તેમાં સમય રહેતા રોકડ ભરવામાં આવી શકે. આ નિયનનું પાલન ન કરવા પર તેને ગંભીરતાથી લેવામાં આવશે અને પેનલ્ટી લગાવવામાં આવશે.
રિઝર્વ બેંકે કહ્યું કે, આ પ્રકારની ભૂલ માટે ૧૦૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. વ્હાઇટ લેબલ એટલે કે પ્રાઈવેટ એટીએમ ના કેસમાં પણ પેનલ્ટી તે બેંક પર જ લાગૂ કરવામાં આવશે જેની જવાબદારી કોઇ એટીએમ માં રોકડ ભરવાની હોય છે. જોકે બેંક ઈચ્છે તો પોતાના હિસાબે આ પેનલ્ટી વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરથી વસૂલી શકે છે.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, આ નવી સિસ્ટમ પહેલી ઓક્ટોબર ૨૦૨૧ થી લાગૂ થઇ રહી છે. બેંકોને સમય એટલા માટે આપવામાં આવી રહ્યો છે જેથી તેની વચ્ચે રોકડની દેખરેખ અને ફિલિંગની વ્યવસ્થાને મજબૂત કરી શકાય. કેન્દ્રીય બેંકે કહ્યું કે એટીએમ રોકડ ન નાખવાને લઇ દંડ લાગૂ કરવાની વ્યવસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકોની સુવિધા માટે આ મશીનોમાં પર્યાપ્ત નાણા ઉપલબ્ધ રહે.