ગુજરાતના ધંધુકામાં બનેલી દુઃખદ ઘટના વિશે આજે આખા દેશમાં તેની ચર્ચા થઈ રહી છે લોકો કિશન ભરવાડ સાથે થયેલા અન્યાયની સામે ન્યાયની માગણી કરી રહ્યા છે થોડા સમય પહેલા ધંધુકામાં રાતના સમયે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી આજે કિશનભાઇના ન્યાય માટે સમાજના ઘણા બધા લોકો માગણી કરી રહ્યા છે.
કિશનભાઇના ન્યાય માટે ગુજરાતના ઘણા બધા કલાકારો સામે આવી રહ્યા છે કિશનભાઇના ન્યાય માટે ગુજરાતના લોકલાડીલા ગૃમંત્રાલયના મંત્રી હર્ષ સંઘવી પણ તેમના ઘરની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમની 20 દિવસની દીકરીને જોઈને હર્ષ સંઘવી ભાવુક પણ થઈ ગયા હતા તે જોઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેમના પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય મળે તેવી ખાતરી પણ આપી છે.
કિશન ભરવાડની હત્યા પાછળ કોઈ ધાર્મિક કારણ બતાવવામાં આવી રહ્યું છે કિશનભાઇના મૃત્યુ પછી ગુજરાતના ઘણા બધા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપીને તેમને ન્યાય મળે તે માટે અપીલ પણ કરી છે.
ત્યારે ગુજરાતના જાણીતા કલાકાર ખુશાલી બેન ભરવાડ એક ગીત ગાયું હતું જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ખુશાલી બેન ભરવાડે ગીત ગાતા પહેલાં કહ્યું હતું કે કિશનભાઇ ભરવાડ આપણી વચ્ચેથી દ્વારકાધીશ ચરણ પામેલ છે તેમની આત્માને દ્વારકાધીશ પરમ શાંતિ આપે સાથે તેમના પરિવાર ઉપર આવેલી આ આફતનો સામનો કરવાની ભગવાન દ્વારકાધીશ શક્તિ આપે.
ખુશાલી બેન ભરવાડ એક ગીત ગાયું હતું જેના શબ્દો છે !એજી વહમી વિદાય તો મારી સાંભરે! વહમી વિદાય વીરાની સાંભરે! ખુશાલી બેન ભરવાડનું આ ગીત સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યું છે તે સાથે તેમને કિશનભાઇ ભરવાડના ન્યાય માટે અપીલ પણ કરી છે ખુશાલી બેન ભરવાડ ગીત ગાતા ગાતા કિશન ભાઈ ને યાદ કરી ને ભાવુક પણ થઈ ગયા હતા.