ગંદી કે ફાટેલી નોટ આપશે તો બેન્કોને થશે આટલા રૂ. નો દંડ

Latest News

ગંદી અને ફાટેલી નોટ ગ્રાહકોને આપનારી બેન્કોને હવે ભારે ભરખમ દંડ ભરવો પડશે. કરન્સી ચેસ્ટમાં ગંદી, ફાટેલી કે નકલી નોટ પહોંચવા પર પણ પેનલ્ટી આપવી પડશે. ૧૦૦ રૂ. સુધીની નોટ ફાટેલી કે ગંદી આપવા પર નુકસાન ની રકમ સિવાય બેન્કોને ૫૦ થી ૧૦૦ રૂ. પ્રતિ નોટ નો દંડ ભરવો પડશે. ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નવા દિશા – નિર્દેશો એક એપ્રિલ થી લાગુ થઇ ગયા છે.
માસ્ટર સર્ક્યુલર માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દંડ વિરુદ્ધ બેંક એક મહિના ના ની અંદર અપીલ કરી શકે છે. પરંતુ સ્ટાફ નવો, તાલીમ વગર નો હોવો, તેનામાં જાણકારીનો અભાવ, સુધારાત્મક ઉપાય કરવામાં આવ્યા છે કે કરવમાં આવશે. એવી અપીલો ફગાવી દેવામાં આવશે.
ગાઈડલાઇનમાં સેવાઓમાં સમજૂતી ન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગંદી કે ફાટેલી નોટ આપવાની બાબતે દંડની વસૂલી તાત્કાલિક કરવામાં આવશે, CCTV ખરાબ હોવા અને બેંક શાખામાં કેસ સ્ટ્રોંગ રૂમથી બહાર મળી આવવા પર પણ દંડ વસૂલવામાં આવશે. ગંદી નોટોને કાઢવા માટે NMS એટલે કે નોટ સાર્ટિન્ગ મશીનોનો ઉપયોગ ન કરવા જેવી અનિયમિતતા પર 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ભૂલ બીજી વખતે કરવા પર એ રકમ બેગણી એટલે કે 10 હજાર હશે.
ગંદી કે ફાટેલી નોટના બદલવામાં ના પડનારી જે બેંકોની 5 ફરિયાદો હશે, તેમને તાત્કાલિક 5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સિક્કા જમા ન કરવા કે ન આપવા પર એક લાખનો દંડ રિઝર્વ બેંક વસૂલશે. જે બેંક શાખા 50 રૂપિયા કે તેનાથી નાની રકમની નોટ લેવાની ના પડશે, તેને પણ દંડની આજ શ્રેણીમાં રાખવામાં આવશે. ગ્રાહક સેવાઓ સારી બનાવવા માટે રિઝર્વ બેંક, બેંકોને ઇનામ પણ આપશે. ગંદી અને ફાટેલી નોટોને વધારેમાં વધારે બદલવા પર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
50 રૂપિયા સુધીની નોટ બદલવા પર પ્રતિ પેકેટ 2 રૂપિયા મળશે. ફાટેલી નોટ બદલવા પર 2 રૂપિયા પ્રતિનોટ એક્સચેન્જ રકમ આપવામાં આવશે. એક બેગ સિક્કા વહેચવા પર 25 રૂપિયા મળશે. નકલી નોટોની ધરપકડમાં બેંકોની મોનિટરીંગ અને જવાબદારી વધારવામાં આવી છે. બેંકોની હેડ ઓફિસમાં નકલી નોટ વિજિલેન્સ સેલ બનશે. જે શાખાઓમાંથી આવનારી એક-એક નકલી નોટનો હિસાબ રાખશે.
નકલી નોટોની જાણકારી બેંક નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો સાથે સાથે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજેન્સ યુનિટ એટલે કે FIUને પણ આપશે. નકલી નોટ નષ્ટ કરવા કે ગ્રાહકને પાછી કરવાને સંગીન ગુનો માનવામાં આવશે. એમ કરનારા સ્ટાફની ભૂમિકા સંદિગ્ધ માનવામાં આવશે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *