બાવલુ ગામે જુગારધામ રેડ કરી રોકડ રકમ 72,500/- તથા જુગારના સાધન સાહિત્ય મળી કુલ 81,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
કડી તાલુકાના બાવલુ ગામે લોકલ ટ્રેનના માણસ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બાવલુ ગામે વાડાવાળા વાસમાં ઠાકોર બોડાજી ચેહુજી ના મકાનમાં બાવલુ ગામ ના ઠાકોર રણછોડજી થી તથા તેમના ભાગીદાર ઠાકોર ભરતજી તથા ઠાકોર ભરતજી શંકરજી, ઠાકોર ચનાજી રાવજી ભેગા મળી બહારથી માણસો બોલાવી રાતના સમયે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડી રહ્યા હતા એ હકીકતના આધારે રાત્રી દરમિયાન હકીકત વાળી જગ્યાએ રેડ કરતા રણછોડજી ઠાકોર રહે બાવલુ દાંનાવાળો વાસ કડી તથા બીજા 6 આરોપીઓ જુગાર રમાડતાં પકડી તેઓની પાસેથી દાવ ઉપરથી કુલ રોકડ રકમ મળી 72,500/- તથા મોબાઇલ નંગ -6 કિંમત 9,000/- કુલ મળી 81,500/- મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને પકડાયેલ આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીના નામ
- ઠાકોર રણછોડજી રહે.બાવલુ
- ઠાકોર છનાજી રહે.બાવલુ
- પ્રજાપતી જયંતીભાઇ રહે. સુજાતપુરા
- સેનમાં હસમુખભાઈ રહે. બાવલું
- ઠાકોર જીજ્ઞેશજી રહે. બાવલું
- ઠાકોર વિષ્ણુજી રહે. બાવલું
પકડવાના બાકી આરોપી
1.ઠાકોર બેળાજી રહે. બાવલું - ઠાકોર ભરતજી શંકરજી રહે. બાવલું
- ઠાકોર ભરતજી રહે. બાવલું
- ઠાકોર રસિકજી રહે. બાવલું