દુનિયાનો સૌથી અમીર બાળક, 9 વર્ષની ઉંમરે બની ગયો અબજોપતિ, લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને થઈ જશો હેરાન….

Latest News

દુનિયામાં એવા ઘણા લોકો છે જે બાળપણથી જ વૈભવી જીવન જીવે છે. આ માટે મોટાભાગના લોકોએ દિવસ-રાત કામ કરવું પડે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એકનું બાળક પણ સૌથી ધનિક બાળકોમાંનું એક બની ગયું છે. પિતાને આ સ્ટેજ પર પહોંચતા ઘણા વર્ષો લાગ્યા હશે,

પરંતુ બાળકે માત્ર 9 વર્ષની ઉંમરે જ આ સ્થાન હાંસલ કર્યું છે. આ બાળક આફ્રિકાનું સૌથી અમીર બાળક બની ગયું છે. 9 વર્ષની ઉંમરમાં આ બાળક પાસે એટલી સંપત્તિ છે કે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. આવો જાણીએ આ અમીર બાળક વિશે…

આફ્રિકાના સૌથી અમીર બાળકનું નામ મોમ્ફા જુનિયર છે, જે માત્ર 9 વર્ષની ઉંમરમાં જ અઢળક સંપત્તિનો માલિક બની ગયો છે. આ 9 વર્ષની બાળકી પાસે બ્રાન્ડેડ કપડાં, ઘડિયાળ, શૂઝ અને કાર બધું જ છે. અવલ મુસ્તફા નામના આ બાળક પાસે મોંઘી કારોનું કલેક્શન છે

અને તેની પાસે પ્રાઈવેટ જેટ પણ છે. મોમ્ફા જુનિયરને વૈભવી જીવનશૈલીના કારણે વિશ્વનો સૌથી ધનિક બાળક કહેવામાં આવે છે. આ અબજોપતિ બાળક મોમ્ફા જુનિયર નાઈજીરિયાના લાગોસનો રહેવાસી છે. આ અમીર બાળકના પિતા નાઈજીરિયન ઈન્ટરનેટ સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફા છે. મોન્ફા જુનિયરને તેના પિતા ઈસ્માલીયા મુસ્તફાએ 6 વર્ષની ઉંમરે સિલ્વર રંગની બેન્ટલી કાર ભેટમાં આપી હતી.

ઈસ્માઈલિયા મુસ્તફાના પુત્ર મોમ્ફા જુનિયરનું અસલી નામ મોહમ્મદ અવલ મુસ્તફા છે, જેઓ પોતાના જેટમાં આખી દુનિયા ફરે છે. અવલ મુસ્તફાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 મિલિયન લોકો ફોલો કરે છે. મોમ્ફા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લક્ઝરી લાઇફની તસવીરો પોસ્ટ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પિતા અને પુત્ર બંને પ્રાઈવેટ જેટ, લક્ઝરી કાર અને બંગલાની તસવીરો શેર કરે છે.

મોમ્ફા જુનિયર, જે ફક્ત ડિઝાઇનર કપડાં પહેરે છે, વર્સાચે અને ગુચી જેવી બ્રાન્ડને પસંદ કરે છે. તેની પાસે લક્ઝરી કારનું એક કરતાં વધુ કલેક્શન છે જે તેને તેના પિતા તરફથી ભેટમાં મળી હતી. ઈસ્માઈલિયા મુસ્તફાના દુબઈ અને નાઈજીરિયા સહિત દુનિયાભરમાં બંગલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *