મિત્રો તમે અત્યાર સુધીમાં ઘણી બધી લગ્ન કંકોત્રી જોઈ હશે કેટલીક લગ્ન કંકોત્રી એટલી સુંદર હોય છે કે તે જોવાનું આપણને વારંવાર મન થાય છે. આજે હું તમને રાજકોટમાં એક યુવાને પોતાના લગ્નમાં અખબાર જેવી કંકોત્રી છપાવી જેમાં અલગ-અલગ પેજ ઉપર કંઈક ને કંઈક ઉદ્દેશ છાપવામાં આવ્યો છે.
૫ ફેબ્રુઆરીના દિવસે રાજકોટમાં રહેતા ખાંડેખા પરિવારના ઘર આંગણે એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે દરેક લોકોને સવારમાં ચા સાથે છાપુ વાંચવાની ટેવ હોય છે તેથી આ પરિવારે અખબાર જેવી કંકોત્રી છપાવી.
જય ખાંડેખા નામના યુવાનની લગ્ન કંકોત્રી અખબાર જેવી બનાવવામાં આવી છે અને ગામઠી style પ્રી-વેડિંગ કરવામાં આવ્યું છે ગામઠી સ્ટાઈલ પ્રી-વેડિંગ ચર્ચાનો વિષય બન્યો છે.
તેમને લગ્નમાં પોતાના જીવનસાથી જોડે સાત ફેરા ફરતા સમયે એક સંકલ્પ કરવાનું નક્કી કર્યું છે જેમાં કોરોનામાં જે દીકરીએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી 21 દીકરીઓના લગ્ન કરાવશે માટે સંકલ્પ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતના આહિર સમાજના આગેવાન નાથાભાઈના પૌત્ર અને મેહુલભાઈના પુત્ર જય ખાંડેખાના લગ્ન રાજકોટના નાગજીભાઈની પુત્રી સોનલ સાથે આવનારી 5 ફેબ્રુઆરી 2022 વસંત પંચમીના દિવસે યોજાવા જઇ રહ્યા છે આ લગ્નમાં એક અનોખી કંકોત્રી છાપવામાં આવી છે જેમ સવારમાં ઘણા બધા લોકો ચા સાથે અખબાર વાંચવાનું પસંદ કરે છે તેવી રીતે અખબાર સ્ટાઈલમાં કંકોત્રી બનાવવામાં આવી છે.
આ છ પેજની કંકોત્રીમાં લગ્ન સમારોહની રૂપરેખા અને ગામઠી સ્ટાઈલમાં થયેલા પ્રી-વેડિંગના ફોટા સાથે યુવાનોને શીખ આપતા આર્ટીકલ છાપવામાં આવ્યા છે કંકોત્રીમાં આહિર સમાજને લગતા લેખ પણ છાપવામાં આવ્યા છે.