દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો જીવનમાં સેટલ થાય, પરંતુ આવા બધા સપના સાકાર થતા નથી. બિહારમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. પૂનમ બેનને એક પુત્રી હતી અને તેમની પુત્રીના લગ્ન ધામધૂમથી કરાવવાનું તેમનું સપનું હતું, પરંતુ તેઓ અચાનક બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પૂનમ બેને જણાવ્યું હતું કે તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે. માતાની આ છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે દીકરી ચાંદની પણ લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને તરત જ તેના લગ્ન બાજુના ગામમાં રહેતા સુમિત સાથે નક્કી કરવામાં આવ્યા. જેથી તરત જ સુમિત અને ચાંદનીને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા અને બંનેએ પરિવારના સભ્યોની સામે જ આઈસીયુ વોર્ડની સામે લગ્ન કરી લીધા અને
એકબીજાના ગળામાં હાર બાંધીને હોસ્પિટલમાં લગ્ન કરી લીધા અને બીમાર માતાના આશીર્વાદ લીધા. . તેમની છેલ્લી ઈચ્છા પૂરી થઈ હોવાથી તેમની દીકરીના લગ્ન જોઈને તેઓ ખૂબ જ ખુશ હતા.લગ્નના થોડા સમય બાદ માતાનું
અવસાન થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ચાંદની ખુશ હતી કે તેણે તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી. માતાએ દીકરીના લગ્ન પોતાની આંખે જોયા, હવે તેની આત્માને શાંતિ મળશે