વડોદરામાં યુવક સાથે એવું તો શું થયું કે પુલ પરથી ડાયરેક આવ્યો નીચે બિચારાએ ગુમાવ્યો પોતાનો જીવ અને….

viral

ગુજરાતમાંથી દર છ કલાકે આકસ્મિક મૃત્યુના અનેક કિસ્સા નોંધાઈ રહ્યા છે. ક્યારેક ડ્રાઇવરની ભૂલને કારણે તો ક્યારેક વાહનની ખામીને કારણે આવા કિસ્સાઓ બનતા રહે છે. પરંતુ વડોદરાથી પ્રકાશમાં આવેલા તાજા કિસ્સામાં ફતેગંજ પુલ બે યુવકો માટે જીવલેણ સાબિત થયો હતો.

આ બ્રિજ પર થયેલા અકસ્માતમાં એક યુવકનું પુલ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં આ બ્રિજ પર આ ચોથો અકસ્માત છે. ઘટના બાદ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.

ફતેગંજ બ્રિજ પરથી પડી ગયેલા ટુ-વ્હીલર ચાલક હર્ષ લિંબાચિયાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે દેવલ સોલંકી નામના યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં રીફર કરાયો હતો. બીજી તરફ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પર બોર્ડિંગ બ્રિજ પરથી ટ્રકને

ઊંધી આવતી જોઈ ડ્રાઈવરે કારમાંથી નીચે ઉતરી તેનાથી બચવા બ્રિજ પરથી કૂદી પડયો હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. હર્ષ લિંબાચીયા સાથે બનેલી ઘટનાની વાત કરીએ તો, બ્રિજ પર વળાંક લેતી વખતે ટુ-વ્હીલર લપસી ગયું અને તેના કારણે યુવક બ્રિજ નીચે પડ્યો.

હર્ષની સાથે અન્ય એક યુવક પણ હતો. જોકે, સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. આ અકસ્માત બુધવારે મધરાતે થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઉપરથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું. આ અકસ્માત બુધવારે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો.

નોંધનીય છે કે આ પહેલા પણ બ્રિજ પરથી વાહનચાલકો કચડાઈ જવાની ઘટના બની ચુકી છે જેથી સ્થાનિક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા બનાવો અવારનવાર બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજા

અકસ્માતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ આગળ વધી રહેલી ટ્રક અચાનક બ્રિજ પર પલટી જતાં ચાલક ગભરાઈને બ્રિજ પરથી કૂદી પડ્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે આ પહેલા 31 ડિસેમ્બરે ફતેગંજ પુલ પરથી પડીને બે યુવકોના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *