કોરોના મહામારીમાં લોકો માટે મસીહા બનીને સૌનો જાણીતો ચહેરો બની ગયો છે. તે સમયે તેમની જોડે સેલિબ્રિટીઓ પણ મદદ માગતા હતા. તેમના કામની દરેક જગ્યાએ વાહવાહી થતી હતી.
બોલિવુડ અભિનેતા સોનૂસૂદની ઓફિસે ઈનકમ ટેક્સના દરોડા પડ્યા છે. માહિતી અનુસાર IT ટીમ હાલમાં સોનૂની મુંબઈ સ્થિત ઓફિસે મોજૂદ છે. તેમની એક પ્રોપર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડીના આરોપો પછી ટીમ પ્રોપર્ટીનો સરવે કરી રહી છે. IT ટીમે સોનૂસૂદ અને તેની અન્ય કંપનીઓથી જોડાયેલી જગ્યાઓ પર સરવે કર્યો છે. અકાઉન્ટ બુકમાં કઇ ભૂલને લઇ IT વિભાગની ટીમે અભિનેતાની અન્ય પ્રોપર્ટી પર સરવે કર્યો છે.
જણાવીએ કે આ સરવે ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે થોડા જ દિવસ પહેલા દિલ્હી સરકારે સોનૂ સૂદને વિદ્યાર્થીઓથી જોડાયેલા એક પ્રોગ્રામનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તેના આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની વાત પણ ચાલી રહી હતી. પણ સોનૂએ પોતે આ વાતનું ખંડન કર્યું હતું. સોનૂએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે તેની રાજકારણને લઇ કોઇ વાત થઇ નથી.