મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ IPL ૨૦૨૧ માં એક મોટો ઈતિહાસ બનાવી નાંખ્યો છે. IPL2021 ટુર્નામેન્ટની ૫૧ મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમના બોલર હાંફી ગયા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૧૩ બોલમાં ૨૨ રન કર્યા છે. તેમણે પોતાની ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની બેટિંગ કરી છે.
પોતાની ઈનિંગ્સ દરમિયાન બે જબરદસ્ત સિક્સરની મદદથી તેમણે એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
આ પહેલા કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. T20 ક્રિકેટ ફોર્મેટમાં કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ સુધી પહોંચી શક્યો નથી. હિટમેને T20 ક્રિકેટમાં 400 સિક્સ મારી દીધી છે. 400 સિક્સ આ ફોર્મેટમાં ફટકારનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ T20 ક્રિકેટમાં 400 સિક્સ ફટકારી છે.
ભારતીય ક્રિકેટ ટીમમાંથી લિમિટેડ ઓવરમાં-નાના ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર લગાવનાર ખેલાડી તરીકે વિરાટ કહોલી ત્રીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 320 સિક્સર ફટકારી છે. ઈશાન કિશનના 25 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સાથેના અણનમ 50 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટથી મોટો પરાજય આપ્યો છે. જેના કારણે પ્લેઓફમાં જવાની આશા ફરી જીવંત બની છે. જો પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ હાલ પાંચમા ક્રમે રહી છે. પહેલા ક્રમે દિલ્હી પછી ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો ક્રમ આવે છે. જ્યારે રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોવાનું મનાય છે.