હનુમાનજીના આખા દેશમાં ઘણા એવા ચમત્કારિક અને અદભુત મંદિરો આવેલા છે. એવા ચમત્કારી મંદિરોમાં થી એક એવું મંદિર કે તેના ચમત્કાર જાનીને તમને નવાઇ લાગશે. પરંતુ આ હકીકત છે કે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં હનુમાનજી પ્રખ્યાત મંદિર દન્દ્રોલા ધામ આવેલું છે.
ત્યાં હનુમાનજીની ડોક્ટર ના રૂપમાં પુજવામાં આવે છે.એ મંદિરની માન્યતા એવી છે કે હનુમાનજી ખુદ પોતાના ભકતોની સેવા કરવા માટે ડોક્ટર બનીને આવ્યા હતાં. માન્યતા એવી છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું. તેમને હનુમાન દાદાએ ડોક્ટર ના રૂપમાં દર્શન આપ્યા હતા.
હનુમાન દાદા ભક્ત ના ગળા માં માળા મૂકે છે જેથી ભક્ત પૂરી રીતે સ્વસ્થ થઈ જાય છે. આજે તે મંદિરમાં આસપાસના લોકો જ નહીં પરંતુ પુરા દેશભરમાંથી લોકો ઈલાજ કરવા માટે આવતા હોય છે. મોટાભાગના લોકોને તે બીમારીઓમાંથી છુટકારો મળતો હોય છે.
આ મંદિર બહુ પ્રાચીન હોવાના કારણે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં જે કોઈ આવે છે તે ખાલી હાથે પાછું જતું નથી. ત્યાંના લોકોની ઈચ્છાઓ જરૂર પૂરી થતી હોય છે. ડો.હનુમાન જોડે દરેક રોગોનો કારગર ઈલાજ છે. ત્યાં ત્યાં રામ દરબાર પણ છે અને અન્ય દેવી દેવતાઓના પણ મંદિર છે પરંતુ વિશેષ નામના ડો.હનુમાનની કારણે છે.
વર્ષમાં એકવાર ત્યાં ખૂબ મોટો મેળો ભરાય આવે છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આજથી અંદાજે 300 વર્ષ પહેલા લીમડાના ઝાડ નીચે ગોપી ના વેશમાં હનુમાનજી મૂર્તિ મળી આવી હતી. તે મૂર્તિ નૃત્ય મુદ્રામાં સ્થાપિત છે. આ દેશની એકમાત્ર મોટી છે જેમાં હનુમાન દાદા ને નૃત્ય કરતા બતાવવામાં આવ્યા છે.
વિશેષ રીતે મંદિરમાં પાંચ પરિક્રમા કરવાથી કેન્સર જેવી બીમારીઓ મટી જાય છે. આ ડોક્ટર હનુમાન જોડે લાખો લોકો સારા સ્વાસ્થ્ય માટે પૂરી શ્રધ્ધાથી દર્શને આવે છે. ત્યાં આવનાર દરેક ભક્તના જીવનમાં દાદા ખુશ-ખુશાલી ભરી દે છે.