યુવક દૂધ આપવા માટે બાઈક લઈને જતા હતા પણ રસ્તામાં થયું એવું કે આજે તેમનો પરિવાર દુ:ખ ના આંસુએ રડી રહ્યો છે.

ગુજરાત

આવી નાની ભૂલથી અનેક પરિવારો દુ:ખી થાય છે અને આજે અનેક પરિવારો અકસ્માતના કારણે બરબાદ થઈ ગયા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં ઝઘડિયાના ગોવાલી ગામમાં બની છે જ્યાં દૂધ વેચતા યુવકને ટ્રકે બાઇક સાથે ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું.

આ કિસ્સો થોડા દિવસો પહેલા બન્યો હતો જ્યારે ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામ નજીક હાઇવે પર સવારે 11 વાગ્યાની આસપાસ એક ડમ્પરે બાઇકચાલકને ટક્કર મારી હતી. આ વ્યક્તિનું નામ ગોવિંદભાઈ હતું અને તે દૂધનો ધંધો કરતો હતો. તે પોતાના પરિવારના ભરણપોષણ માટે આ ધંધો કરતો હતો. તેઓ હાલમાં દૂધ આપવા જતા હતા.

ત્યારે એક ડમ્પર ચાલકે ગોવિંદભાઈને અડફેટે લેતા ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે ગામના લોકો પણ અહીં આવી પહોંચ્યા અને બધા લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા. અકસ્માત અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ અહીં પહોંચી હતી.

તમામ લોકોને શાંત પાડી વધુ તપાસ કરતાં આ યુવકનો પરિવાર જોર જોરથી રડી રહ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં પણ ભારે દુઃખ છે અને આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *