ગુજરાતમાં તેની અલગ અલગ વિશેષતા વારા ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં તેની પાછળના કંઈક ને કંઈક રહસ્ય જરૂર હોય છે. તેમાંના અમુક સ્થળે તો તમે પણ મુલાકાત લીધી હશે અને તેવા ચમત્કારો જોઈને આપણે અચંબિત થઈ જતા હોઇએ છીએ. પાછલા થોડા સમયથી મહામારી આવવાના કારણે ભક્તો તેમના આસ્થાના કેન્દ્રએ જઈ શક્યા નથી.
જે તમને તેવા જ એક વિશિષ્ટ મંદિર વિશે જણાવી રહ્યો છું. આ મંદિર મોરબી જિલ્લાના વાંકાનેરમાં રાજ પરિવારના ગુરુ નાગા બાવા ના મંદિરે શ્રાવણ વદ આઠમની રાત્રે ત્યાં આરતી યોજાય છે, જે આરતી પત્યા પછી ત્યાં આવેલા ભક્તોને પ્રસાદ રૂપે જલેબી અને ભજીયા આપવામાં આવે છે. તે સમયે ત્યાં મેળો હોય છે તે મેળો ત્રણ દિવસ ચાલે છે.
તમને ત્યાં ચાલતા મેળાનું નામ સાંભળીને નવાઇ લાગશે કારણકે, તે મેળાને ભજિયા જલેબી નો મેળો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ તદ્દન સો ટકા સાચી છે. વાંકાનેરમાં આવેલા નાગાબાવાના મંદિર ખાતે સાવન મહિનામાં નોમની રાતથી લોકમેળાનું ત્રણ દિવસય અદભુત આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન મહા આરતીનું આયોજન થાય છે. ત્યારે તે આરતી પૂર્ણ થાય ત્યારે ભક્તોને પ્રસાદ રૂપે જલેબી અને ભજીયા આપવામાં આવે છે.
આ મેળો ખૂબ પૌરાણિક હોવાથી ત્યાં માત્ર આસપાસના લોકો જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી લોકો આવે છે અને જલેબી ભજીયા નો મેળાનો આનંદ લે છે. વર્ષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતી સમાધિ લીધી હતી તે જગ્યાએ તેમનું મંદિર આવેલું છે. તે મંદિરના કારણે જ આ મેળાનું સુંદર આયોજન કરવામાં આવે છે.
તે દિવસે નોમની રાત્રે બાર વાગે મહા આરતી પછી હજારો લોકો મંદિરમાં ભજીયા અને જલેબીનો પ્રસાદ લે છે. તેના પાછળ એક કારણ રહેલું છે કે, તે સમયે નાગા બાવાએ રાજાને સંદેશો આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તેઓ નીરોગી રહેશે. માટે આસપાસના લોકો આ મેળાનો લાભ લેવાનું ચૂકતા નથી.