સિપીઆરઆઇ ના વૈજ્ઞાનીક દ્વારા દેશમાં ઉત્તપન્ન થતા બટેકા ની જલેબી બનાવવાની રીત સીધી કાઢી છે. અત્યાર સુધી બટાકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, કૂકીઝ જેવી વાનગીઓ ઉપલબ્ધ હતી પરંતુ હવે ગ્રાહકોને ક્રીપસી અને ચટાકેદાર જલેબી પણ ખાવા મળસે. બટાકાની આ જલેબીની સ્વાદ પણ નહીં બગડી અને તેને ચાસણીમાં ડુબાડીને આઠ મહિના સુધી આનંદ લઇ શકાશે.
સિપીઆરઆઇ ના વૈજ્ઞાનિકોએ દેશમાં ઉત્પન્ન થતા કોઈ એક જાતના બટાકાની ઉપયોગ કરીને જલેબી બનાવવાની રીત શોધી કાઢી છે. સામાન્ય રીતે બજારમાં જોવા મળતી મેદાની જલેબી ને વધુ દિવસ સાચવી શકાતી નથી.
તેને ૨૪ કલાકમાં ઉપયોગ કરી લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. નહિતર મેદાની જલેબીનો સ્વાદ બગડે છે અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. બટાકાની જલેબી માં આવી અસર થતી નથી અને તેની સાચવીને સ્ટોર કરી શકાય છે. તેના સ્વાદ અને કૂર્કુરાપનામાં આપણામાં કોઈ ફરક પડતો નથી.
સિપીઆરઆઇ ના વૈજ્ઞાનિકોએ બટાકા માંથી બનતી જલેબીની પેટર્ન પણ કરાવી દીધી છે. એટલે કે સંસ્થા જલેબીની ફોર્મ્યુલા વેચીને વધારાની કમાણી કરી શકે છે. જલેબીના વેચાણ માટે નામાંકિત કંપનીઓ જોડે કરાર પણ કરી રહી છે. બટાકાની જલેબી માટે ITC જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ જોડે વાતચીત ચાલી રહી છે. જેથી પેક બોક્સમાં જલેબી ગ્રાહકો સુધી પહોંચાડી શકાય.
આ જલેબી બટાકાની છાલ સાથે આવશે જેથી બટાકા ની સાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે તેવું તે સંસ્થાના વૈજ્ઞાનિક ડોક્ટર અરવિંદ જયસ્વાલ નું કહેવું છે. આ જલેબી આઠ મહિના સુધી બગડે નહીં.