એક દીકરીનો જન્મ થતા જ તે વિકાસ ગૃહમાં આવી હતી અને તેનો ઉચેલ કરવામાં આવ્યો હતો. તે દીકરી રન્નાને ૨૦૧૬ માં વિકાસ ગૃહમાં લાવવામાં આવી હતી. હવે પાંચ વર્ષ પછી અમેરિકા સ્થિત સુખી અને સમૃદ્ધ પરિવારના જસ્ટિ અને જોરિયા એ જામનગરના સંસદ પૂનમ બેન માડમની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ બારકીને દત્તક લીધી છે.
હાલમાં તે દીકરીનું નામ રન્ના છે. હવે તે દીકરીનું નવી જગ્યાએ, નવા દેશમાં નવું જ નામ આપવામાં આવશે. તેનું નવું નામ એલીબુથ આપવામાં આવશે. આવી ફૂલ જેવી નાની એવી દીકરીને દત્તક લેનારના દંપતીના ચહેરા પર સ્મિત અને ખુશી જોવા મળતી હતી. હાલમાં નવરાત્રી ચાલી રહી છે એટલે તે બાળકીએ સરસ મજાની ચણીયાચોળી પહેરી હતી ત્યારે ભાવુક દ્રશ્યો બન્યા હતા. ત્યારે કસ્તુરબા નારી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર અને પૂનમ બેન માડમે દીકરીને સુખદ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા.
આ દીકરી ખુબ જ પોઝિટિવ અને ઇન્ટરેક્ટિવ છે. દરેક વાતનો તે યોગ્ય જવાબ આપતી. તે દીકરીને પાંચ વર્ષ પછી પરિવાર મર્યો. આ અમેરિકન દંપતી રંજનાને સારો એવો ઉછેર કરવા માંગે છે. તેઓ તેને જીવનમાં આવનારી દરેક તકોને આપવા માંગે છે. ટ્રસ્ટના બહેનો તેમની જોડે બધી વિસ્તાર પૂર્વક ચર્ચા કરે છે.
ત્યારે તેઓ કહે છે કે તમે ત્યાં શું નામ રાખશો? તો દંપતી કહે છે અમે એલીરૂથ નામ રાખીશું. આ નામ યુએસએ માં ખુબ પોપ્યુલર છે અને તે નસીબદાર લોકોને મળે છે એવું તે લોકોનું માનવું છે. ટ્રસ્ટના પ્રમુખનું કહેવું છે કે તેઓ ખુબ પ્રેમાળ અને લાગણીસભર છે.