તો મિત્રો દિવસ ભરમાં આપણે ઘણું બધો ખોરાક ખાવા જોઈએ છે જો આપણે ને જો ખાવા ન મળેતો શરીર માં નબરાઈ આવે છે એટલા માટે શરીર ને જરૂરિયાત માત્ર માં ખોરાક આપવો જોઈએ પણ રાત્રે જમ્યા પછી શું ન કરવું જોઈએ અને શું કરવાથી શરીર ની પાચન ક્રિયા ઝડપી બને તેને વિષે આજે હું માહિતી આપીશ. ઘણા લોકો દિવસે કામ કરીને રાત્રે ઘરે આવે છે અને રાત નું ભોજન કર્યા બાદ તુરંત પોતાની પથારી પકડીલે છે આ એક ખરાબ આદત કહેવાય જયારે ભોજન લીધા પછી જો તમે સીધા ઉભા રહોતો તમારું જઠર સારી રીતે ખોરાક ને સારી રીતે પાચન કરે છે અને જો તમે સુઈ જાવ તો ખોરાક નું પાચન યોગ્ય રીતે થતું નથી તેટલા માટે રાત્રે જમ્યા પછી એક કલાક પછી સુવાની ટેવ પાડો જેના લીધે તમારો ખોરાક નું યોગ્ય રીતે પાચન થશે.
બીજી એક ખરાબ આદત એ હોય છે કે લોકો જમ્યા પછી તમાકુ બીડી સિગરેટ વગેરે નું સેવન કરતા હોય છે આ એક ખુબજ ખરાબ ટેવ છે આમતો જોવામાં આવે તો તમાકુ બીડી સિગરેટ વગેરે નું સેવન સ્વાસ્થ માટે ખુબ નુકશાન કારક હોય છે તેનાથી શરીર માં કેન્સલ જેવી ભયન્કર બીમારી થાય છે કેન્સલ થી આખા વિશ્વ માં ઘણા લોકો મુત્યુ પામે છે જો તમારા માં આ ખરાબ ટેવ હોય તો આજે જ સુધારો
જમ્યા પછી ચા કે કોફી નું સેવન ન કરો ચા એ શરીર માટે ખુબ નુકશાન કારક હોય છે આમ તો ચા નું સેવન ન કરોતો સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે પણ ઘણા એવા લોકો હોય છે જે જમ્યા પછી ચા કે કોફી નું સેવન કરતા હોય છે ચા એ શરીર ની ગરમી વધારે છે.
ચા માં ટેનિક નામનું એસિડ હોય છે જે તમારી પાચન શક્તિ કમજોર કરવાનું કામ કરે છે અને તેના લીધે પાચન યોગ્ય રીતે થતું નથી અને પાચનતંત્ર ને લગતી બીમારી થાય છે. હોટેલ કે ઘર પર જમ્યા પછી ઉપર જણાવેલી ખરાબ આદત હોય તો તેને ઝડપથી સુધારો અને શરીર ને સ્વસ્થ બનાવો.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.