ભારતમાં હનુમાન દાદાના નાના મોટા ઘણા મંદિર આવેલા છે તે દરેક મંદિરમાં મંગરવાર અને શનિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે હનુમાન દાદા ના દરબારમાં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થતી હોય છે આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જ્યાં મંદિર જઈ માથું ટેકવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે
આ હનુમાન ધારા મંદિર ઉત્તરપ્રદેશના સીતાપુર નામની જગ્યાએ આવેલું છે આ મંદિરમાં હનુમાનજી ની પ્રતિમાની ઉપર બે વિશાલ જળ કુંડ આવેલા છે આ બે જળ કુંડમાં હંમેશા માટે પાણી ભરેલું હોય છે અને તેમાંથી સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે આ મંદિર એક ડુંગર પર આવેલું છે મંદિરમાં હનુમાનદાદા ની વિશાલ મૂર્તિ આવેલી છે હનુમાનદાદા ની મૂર્તિની બાજુમાં આવેલા કુંડ માંથી પાણી વહેતુ રહે છે
આ તળાવનું પાણી હનુમાનજીને સ્પર્શ કરે છે તેથી આ હનુમાન મંદિરને હનુમાન ધારા મંદિર તરીકે ઓરખવામાં આવે છે આ મંદિર ડુંગર પર આવેલું હોવાથી મંદિર ની આજુબાજુનો નજારો ખુબ સુંદર છે આ મંદિર પાછળ ઘણી કથાઓ સંભારવા મળે છે આ મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે
જયારે હનુમાનજી એ લંકા માં પોતાની પૂંછ દ્વારા આગ સરગાવી હતી ત્યારે તેમની પૂંછ માં લાગેલી આગ બુજાવા માટે હનુમાનજી આ જગ્યાએ આવ્યા હતા અહીં ચમત્કારી પવિત્ર અનેશીતળ પાણી પર્વત માંથી નીકળી હનુમાનજીની મૂર્તિ અને પૂંછને સ્પર્શ કરીને નીચે આવેલા કુંડમાં જાય છે એવું માનવામાં આવે છે કે હનુમાજી એ જયારે લંકા માં આગ લગાવી હતી ત્યારે તેમની પૂંછ માં ખુબ જલન થતી હતી ત્યારે હનુમાજીએ ભગવાન રામને તેના ઈલાજ વિષે પૂછ્યું ત્યારે ભગવાન રામે તેમના ત્રીરં ઉપયોગ કરીને શીતળ જળની ધારા ઉત્પન્ન કરી તે શીતળ પાણીથી હનુમાનજી પોતાની પૂંછ માં લાગેલી આગ બુજાવે છે