કરીને સિંહ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. સુર્ય તેની સ્વરાશિ સિંહમાં પહેલાથી જ હાજર છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રીતે સૂર્યની સિંહ રાશિમાં સૂર્ય અને શુક્રનો સંયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્ર-સૂર્ય આ યુતિ દરેક રાશિઓ પર અસર કરશે પરંતુ આ યુતિ ખાસ કરીને 3 રાશિઓ માટે ઘણી શુભ સાબિત થવાની છે. સૂર્ય અને શુક્રનો સંયોગ 3 રાશિના લોકો માટે નવું ભાગ્યોદય લાવશે અને આગામી 15 દિવસોમાં એ રાશિના જાતકોને ઘણા મોટા લાભ થશે. સિંહ રાશિમાં શુક્ર સંક્રમણ અને સૂર્ય-શુક્રનો સંયોગ કઈ રાશિના લોકોનું નસીબ ચમકાવશે, ચાલો જાણીએ..
સંક્રમણના કારણે બનેલ સૂર્ય અને શુક્રનો સંયોગ વૃષભ રાશિના લોકો માટે ઘણો સારો સાબિત થશે. આ રાશિના લોકોને નવી નોકરી મળી શકે છે સાથે જ કરિયરમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળશે. આ ઉપરાંત હાલ નોકરી કરતાં લોકોને પ્રમોશન, પગારમાં વધારો થવાની પણ પૂરતી સંભાવના છે.
સિંહ
સૂર્યની રાશિ સિંહ રાશિમાં જ સૂર્ય અને શુક્રનો સંયોગ થઈ રહ્યો છે એટલા માટે આ રાશિના લોકોને વિશેષ લાભ થવા જઈ રહ્યો છે. આ રાશિના લોકોને અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે. સાથે જ પૈસા કમાવવા માટે નવા રસ્તાઓ પણ મળશે. આ સંયોગ સમયે સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિને મજબૂત બનશે. વિવાહિત જીવનમાં પણ ખુશીના સમાચાર મળી શકે છે.
તુલા
તુલા રાશિનો સ્વામી શુક્ર છે. સૂર્ય અને શુક્રનો સંયોગ તુલા રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિની સાથે સાથે ધન કમાવવાની નવી અને સારી તકો મળી શકે છે. તેમજ પારિવારિક જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે.