જાણો ચૂડેલ માના સાક્ષાત પરચાઓ વિશે અને આવો હતો તેમનો ઇતિહાસ.

Uncategorized

આ મંદિર કુણઘેર ગામમાં આવેલું છે જે પાટણથી લગભગ ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરને હાઇકોર્ટ ઓફ કુણઘેર પણ કહેવામાં આવે છે.આ મંદિરમાં જેટલી ચુંદરીઓ લગાવવામાં આવી છે એટલી ચુંદરીઓ તમે બીજે એક પણ મંદિરમાં જોવા નહિ મળે. આ મંદિરની એક ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈ ભુવા નથી પરંતુ એક જ્યોત આવેલી છે જે આ મંદિર બન્યુ ત્યારંથી પ્રજ્વલિત છે.

આ મંદિર ચુડેલમાનુ આવેલું છે. ચુડેલ માનુ મુળ નામ દેવલબા હતું. દેવલબા ના ગામમાં ભજન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ભજન કરવા માટે વિક્રમસિંહ કરીને એક માણસ આવ્યા હતા. દેવલબા ને વિક્રમસિંહ પસંદ આવી જાય છે.દેવલબા વચન આપે છે. કે મારા વચન પ્રમાણે ગામના પાદરે વડલાની વડલાઈ એ જે હીંચકો ખાસે તેની જોડે હું લગ્ન કરીશ. વિક્રમસિંહ આ વચન માં બંધાય છે. અને થોડાક સમય પછી વિક્રમસિંહ દેવલબા ના ગામમાં આવવા નીકળે છે.

વિક્રમસિંહ જ્યારે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કસાયો ગાયો ને લઈને જતા હતા ત્યારે વિક્રમસિંહ ગાયોને બચાવે છે પરંતુ તે ખૂબ જ ઘાયલ થાય છે. ઘાયલ થયા પછી પણ તે દેવલબા ના ગામમાં આવે છે અને વડલાની વડલાઈ એ હિંચકો ખાય છે.

વિક્રમ સી એ બધી વાત કરી તોપણ દેવલબા તેમના સાથે લગ્ન કરે છે અને પોતાના ઘર તરફ નીકળે છે રસ્તામાં અંધારીઓ કુવો આવે છે જેમા વિક્રમસિંહ કૂદકો મારે છે અને પાછળ દેવલબા પણ કુવામાં પડે છે અને બન્ને મ્રુત્યુ પામી છે. કહેવાય છે વિક્રમસિંહ ભૂત બને છે અને દેવલબા ચુડેલ બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *