પૃથ્વી એ સૂર્યમંડળની ખૂબસૂરત ગ્રહો માંથી એક ગ્રહ છે. આપણી આ પૃથ્વી પર લગભગ ૧૯૫ દેશ આવેલા છે. જેમાં સામાન્ય રૂપથી દિવસ અને રાત ચાલતા હોય છે. પરંતુ આપણી પૃથ્વી ઉપર અમુક દેશ એવા પણ છે કે જ્યાં રાત પડતી નથી. તો ચાલો જાણીએ કયા કયા દેશોનો સમાવેશ થાય છે.
અલાસ્કા:- આ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે. અલાસ્કામાં ખાસ કરીને સૌથી વધારે ભાગમા બરફ જોવા મળે છે. અહીંયા ૧૫ મે થી ૧૫ જુલાઈ સુધી અહીં સૂર્ય ડુબતાેનથી. લગભગ ૧૨:૩૦ વાગે સૂર્ય અસ્ત થાય છે પરંતુ તેની ૫૦ મિનિટ પછી અહીં સૂર્યોદય થઈ જાય છે.
કેનેડા:- કેનેડા એ દુનિયાના સૌથી મોટા દેશાે માંનાે એક દેશ છે. આ દેશમાં મોટા ભાગે બરફ છવાયેલો હોય છે. આ દેશમાં પણ દિવસ અને રાતનું એક અલગ જ પ્રકારનું ચક્ર જોવા મળે છે. ઉત્તર અને પશ્ચિમ દિશામાં ગરમીના સમયમાં ૫૧ દિવસ સુધી સૂર્ય ડૂબતો નથી.
ફિનલેન્ડ:- આ દેશને ગરમીના સમયમાં ફરવા માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. અહીં ગરમીના સમયમાં ૮૦ દિવસ સુધી સૂર્ય ડૂબતો નથી. રાત્રે પણ સૂર્યના કિરણો આ દેશમાં પડતાં હોય છે.
આઇસલેન્ડ:- આઇસલેન્ડ ને યુરોપને સૌથી ઓછી સંખ્યા વાળો દેશ માનવામાં આવે છે. અહીં ૧૫ મે થી જુલાઇના અંત સુધી અહીં સૂર્ય ડૂબતો નથી. આ દેશના આ કરિશ્માને જોવા માટે દુનિયાભરના લાખો લોકો અહીં આવતા હોય છે.