જાણો કયા ભગવાનની કેટલી વખત આરતી કરવી જોઈએ

Astrology

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સવાર સાંજ ભગવાનનું સ્મરણ કરવામાં આવતું હોય તે ઘર ઉપર હંમેશા ભગવાનની અસીમ કૃપા બની રહેતી હોય છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં સવાર-સાંજ પૂરી શ્રદ્ધાથી ભગવાનની આરતી કે પૂજા કરવામાં આવતી હોય તે ઘરમાં હંમેશા માટે ભગવાન વાસ કરતા હોય છે.

આરતીની નિરાંજન કે નીરાજના પણ કહેવામાં આવે છે. આરતી ખૂબ પ્રાચીન શબ્દ છે જેના મહત્વ વિશે સ્કંદ પુરાણમાં પણ બતાવવામાં આવ્યું છે. આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં પ્રભુની ભક્તિ ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાનની પૂજા પાઠ ભજન કીર્તન પછી આરતી કરવામાં આવતી હોય છે. આજે હું તમને બતાવીશ કે ભગવાનની આરતી કેટલી વખત કરવી જોઈએ અને તેનું શું મહત્વ રહેલું છે.

ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે ભક્ત ઘીનો દીવો કરીને આરતી કરે છે તે સ્વર્ગ લોકમાં નિવાસ કરે છે. જે ભક્ત કપૂર સળગાવીને આરતી કરે છે તે ભક્તની અનંત માં પ્રવેશ મળે છે.

હંમેશા દેવી દેવતાની આરતી ૐ આકારમાં ફેરવવી જોઈએ આરતી કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પૂજા પાઠ હવન વગેરે વિધિ કર્યાં પછી આરતી ઉતારવી જોઈએ હંમેશાં માટે સવારે અને સાંજે આરતીનો સમય નક્કી કરવો જોઈએ

સર્વ પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની આરતી ચાર વખત ઉતારવી જોઈએ બધા દેવી-દેવતાઓની આરતી સાત વખત ઉતારવાનું મહત્વ રહેલું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ૧૨ વખત ભગવાન શિવની આરતી ૧૧ વખત ઉતારવી શુભ માનવામાં આવે છે મા દુર્ગાની આરતી ૯ વખત ઉતારવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *