જાણો મસાણી મેલડી માં નો ઈતિહાસ અને તેમના સાક્ષાત પરચાઓ વિશે

Uncategorized

કહેવાય છે કે ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા ૧૮ પાસાના જાણકાર હતા. અને સ્વભાવે ખુબ જ સરળ હતા. રાજા ને યોગ સિદ્ધિ મંત્ર શીખવા શોખ થાય છે. આ મંત્ર કામરુ દેશ માં જ શીખવાડવા મા આવતો હતો.

રાજા કામરુદેશ ના જંગલ મા બાવા ભુતા સાધના કરતા હતા ત્યાં જઈને અલખનિરંજન બોલે છે. અને કહે છે હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. બાવા એ કર્યું આ મંત્ર શીખી શું કરીશ. રાજા કહે હું મારી પ્રજા માટે શીખું છું.

બાવા એ એક શરત રાખી કે કાળી ચૌદસના રાત્રે તું ભુતીયા વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ. રાજા આ સરત માની લે છે. કાળી ચૌદસની રાત્રે લોટો પાણી ભરવા જાય છે એટલા મા ભૂતાવળ જાગે છે. રાજા હું તને ખાઉ એમ કરવા લાગે છે.

રાજા બધાની મદદ માગે છે પરંતુ માકડીયા ડુંગર વાળી મેલડી માતાએ રાજા ની મદદ કરી રાજાએ કહ્યું માતા તમારે જે જોઈએ એ હું આપીશ માતાએ તેનું કાળજું માગ્યું એક વર્ષ પછી તુ ગઢ રૂખીયા મશાન આવજે હું તારુ કાળજું ખઈશ.

રાજા ગઢ રૂખીયા મશાન આવ્યા ત્યાં મા કાળકા અને કાળ ભૈરવ બેઠા હતા. મા કાળકા કાળ ભૈરવને રાજા ની પાછળ મોકલે છે કહે છે રાજા કાળજુ પડે તો તેને જમીન ઉપર પડવા ન દેતા નહિતર મેલડી મા ખાસે નહી.

મેલડી મા રાજા ને જોઈ કહે છે લાવો વિક્રમ મારો ભોગ લાવો. રાજાએ તલવાર કાઢી પોતાનું કાળજું કાઢ્યું એ કાળજા ને કાળ ભૈરવ પકડી લે છે. માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું આ કાળજુ રાજા ની છાતી ઉપર મૂકો અને રાજા જીવતા થઈ જાય છે. અને રાજા માતાજીના પગે પડી જાય છે.

આ પણ જાણો :   ભગવાન શિવનું આ અનોખું મંદિર દિવસમાં બે વાર ગાયબ થાય છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય