આપણા હિન્દુ ધર્મમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ભક્તિ જ તેનો સરળ રસ્તો છે એવી માન્યતા છે કે પૂજા જપ તપ કે ભજન કીર્તન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવાથી ભગવાન ઝડપી પ્રસન્ન થતા હોય છે તેના માટે આપણા સનાતન ધર્મમાં ભક્તો રોજ સવાર-સાંજ ભગવાનની આગળ પૂજા પાઠ અને આરતી કરતા હોય છે
ભક્ત ભગવાનની પૂજા કરતા સમયે ફળ ફૂલ ધુપ કે દીપ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સાથે ભગવાનની આરતીના સમયે ઘંટડી વગાડીને ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે આરતી પછી શંખ વગાડવામાં આવતો હોય છે મિત્રો તમને ખબર છે પૂજાઘરમાં શા માટે શંખ રાખવામાં આવતો હોય છે અને શંખને ભગવાનની આરતી પછી કેમ વગાડવામાં આવે છે
આપણા પ્રાચીન પવિત્ર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન વખતે ૧૪ રત્નોની પ્રાપ્તિ થઈ હતી તેમાંથી એક રત્ન શંખ છે માતા લક્ષ્મીની સાથે શંખ ઉત્પન્ન થાય છે શંખને માતા લક્ષ્મીનો અનુજ પણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જે સ્થળ ઉપર શંખ હોય તે સ્થળ ઉપર માતા લક્ષ્મીનો પણ વાસ રહેલો હોય છે શંખના અવાજથી વાતાવરણમાંથી નકારાત્મક શક્તિનો નાશ થતો હોય છે
એવું માનવામાં આવે છે કે શંખની અંદર હંમેશા પાણી ભરીને રાખવું જોઈએ આ જળને ઘરના અંદર છાંટવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થતી હોય છે અને ઘરની અંદર સકારાત્મક ઊર્જા વધે છે ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ થયા પછી શંખ વગાડવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થતા હોય છે સત્યનારાયણની કથામાં દરેક અધ્યાય પછી શંખ વગાડવામાં આવે છે