સૂર્યના બૃહસ્પતિની રાશિ ધનુમાં ગોચર કરવાથી કમુર્તા શરૂ થાય છે.જે ઉત્તરાયણ(મકરસંક્રાંતિ) સુધી રહે છે. આ વર્ષે 15 ડિસેમ્બરની રાત્રે ૦૩: ૪૨ વાગે થી 14 જાન્યુઆરી 2022 ના બપોરે ૨:૨૮ સુધી કમુરતા રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો જેવા કે લગ્ન પ્રસંગ થતા નથી. આવું થવા પાછળ તમને ઘણા સવાલ થતા હસે. આવું માનવા પાછળ એક કથા જોડાયેલી છે.
પુરાણો અનુસાર જ્યારે સૂર્ય દેવતા તેમના સાત ઘોડાઓના રથ પર બ્રહ્માંડની સવારી કરી રહ્યા હતા. ત્યારે એકધારું ધોડાઓનું ચાલવાના કારણે ઘોડાઓ થાકી જાય અને તરસના કારણે વ્યાકુળ થઈ જાય છે. ઘોડાઓની આ સ્થિતિ જોઈને સૂર્યદેવ બહુ દુઃખી થયા અને તેમની ચિંતા કરવા લાગ્યા. રસ્તામાં તેમને તળાવ દેખાયું તેની જોડે બે ગધેડા ઊભા હતા.
સૂર્યદેવ તરસથી તરસી રહેલા ઘોડાઓને રાહત આપવા તેમને ખોલી દીધા અને જે બે ગધેડા હતા તેમને રથમાં બધી દીધા. પરંતુ ગધેડાની ચાલવાની સ્પીડ ધીમી હોવાના કારણે રથની ઝડપ ઓછી થઈ જાય છે. પછી જેમ તેમ કરીને એક મહિનાનું ચક્ર પૂરું થાય છે. ત્યાં સુધી ઘોડાઓને ઘણો આરામ મળી જતો હોય છે. આવી રીતે તે પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે.
માટે તે મહિનાને ખર મહિનો કહેવાય છે. તેવી રીતે આખા પૌષ મહિનામાં ધીમી ગતિએ ભ્રમણ કરે છે અને આ મહિનામાં સૂર્યની તીવ્રતા ખૂબ ધીમી પડી જાય છે. કારણકે સનાતન ધર્મમાં સૂર્યને મહત્વ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે. એટલે સૂર્યની અશક્ત પરિસ્થિતિને અશુભ માનવામાં આવે છે. તે કારણે કમૂર્તમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો થતા નથી.
ધાર્મિક માન્યતાઓના અનુસાર કમૃતોમાં પૂજાપાઠ, ધાર્મિક યાત્રા, ભગવાનની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તેવું કરવાથી તમામ દુખો દૂર થતાં હોય છે. આ મહિનામાં સૂર્યદેવને ધ્યાન ધરવું ખૂબ ફળદાયી નીવડે છે.