તમામ અગિયારસમાં જે મહત્વપૂર્ણ અને મોટી અગિયારસ ગણાય છે તેમાંની એક અને સૌથી શ્રેષ્ઠ એવી દેવ ઉઠી એકાદશીનું હિન્દૂ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. દેવ ઉઠી, પ્રબોધિની જેવા નામથી જાણીતી આ એકાદશી ભગવાન વિષ્ણુને વિશેષ રીતે સમર્પ્રિત છે. ભગવાન વિષ્ણુ કે જે ક્ષીર સાગરમાં શયન કરી રહ્યા હતા તે આજે ઉઠી ગયા છે. ભગવાન જાણતા જ અનેક માંગલિક કાર્યો શરુ થઇ ગયા. લગ્ન ગાળો શરુ થઇ ગયો. જે વ્યક્તિ દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
એવું કહેવાય છે કે અગિયારસ ના દિવસે ચોખા ખાવાથી બચવું જોઈએ. ચોખા ખાવાથી શરીરમાં આળસ વધે છે અને મન ભક્તિમાં લાગતું નથી. બીજી બાજુ વૈજ્ઞયૈક દ્રષ્ટિથી ચોખામાં જળની માત્ર વધુ હોવાથી તેના સેવનથી શરીરમાં જળની માત્રા વધી જાય છે. તેથી એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ.શાસ્ત્રો મુજમ આમ તો રોજ મોડા સુધી સુવાની મનાઈ છે પણ વ્રત વગેરેમાં મોડા સુધી સૂવું વિશેષ રૂપથી નિષેધ માનવામાં આવે છે. ઘણા લોકો દેવઉઠની એકાદશી ના દિવસે તુલસી વિવાહ નું આયોજન કરે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જ ઉઠીને સ્નાન વગેરે પછી તુલસી વિવાહ ની તૈયારી કરવી જોઈએ.
શાસ્ત્રો મુજબ એકાદશીના વ્રત દરમિયાન કોઈ બીજા વ્યક્તિની નિંદા, ખોટું બોલવું જેવા કાર્યો ન કરવા જોઈએ. તેનાથી મન દુષિત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ દુષિત મનથી ભક્તિ ન કરવી જોઈએ. તેનાથી પૂજા અને વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રોમાં મુજબ ગુસ્સો વ્યક્તિ માટે ખુબજ નુકશાનદાયક છે. તેથી કયારેય ક્રોધ ન કરવો જોઈએ. ખાસ કરીને એકાદશી વર્તન દિવસે ઘરનું વાતાવરણ શાંત બનાવી રાખો અને પ્રભુની ભક્તિ કરો.
શાસ્ત્રોમાં એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરાવવાની માન્યાત હોય છે. કારણ કે એવું કહેવાય છે કે જયારે દેવ જાગે છે તો સૌથી પહેલા પાર્થના તુલસીજીની જ સાંભરે છે.