જેક્લીન ફર્નાન્ડીઝ બોલિવુડના ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થાય છે. જેક્લીનનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૮૫ ના રોજ શ્રીલંકા માં થયો છે. આજે તે પોતાનો ૩૬ મો જન્મ દિવસ ઉજવી રહી છે. જેક્લીન ફર્નાન્ડીઝ મુંબઈમાં મોડલિંગ માટે આવી હતી પરંતુ આ દરમિયાન તેણે ફિલ્મ અલાદ્દીન માટે ઓડિશન આપ્યું હતું અને તેને ફિલ્મમાં રોલ મળી ગયો હતો. વર્ષ ૨૦૧૦ માં તેણે બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો હતો.
જેક્લીન ફર્નાન્ડીઝ ૨૦૦૬ માં શ્રીલંકાની મિસ યુનિવર્સ રહી ચૂકી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે એક્ટ્રેસ બનતા પહેલા તે એક રિપોર્ટર હતી. બોલિવુડમાં તેણે કીક, રોય, જુડવા ૨ અને રેસ ૩ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેક્લીન તેની બોડી અને ફીટનેસ માટે પણ જાણીતી છે. તેના યોગા અને તેની સાથે પોલ ડાન્સ પણ લોકોમાં ઘણો જાણીતો છે.
જેક્લીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લગ્ન વગર જ માતા બનવા ઈચ્છે છે. અસલમાં તેણે કહ્યું હતું કે તે જલદીમાં લગ્ન કરવા નથી ઈચ્છતી. તે પોતાના પ્રિન્સ ચાર્મિંગની રાહ જોઈ રહી છે. આ સાથે તેણે લગ્ન વગર મા બનવાની વાત કરી હતી.
જેક્લીન પહેલા સુસ્મિતા સેન પણ લગ્ન કર્યા વર બે અનાથ બાળકીઓને અડોપ્ટ કરી ચૂકી છે. તો તે પણ લગ્ન વગર માતા બનવાની ઈચ્છા રાખે છે. જેક્લીન ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રમવીર અને જેક્લીનની સાથે પૂજા હેગડે પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાની છે.
જેક્લીન છેલ્લે સલમાન ખાનની ફિલ્મ રાધેના આઈટમ સોન્ગ દિલ દે દીયામાં જોવા મળી હતી. તે સિવાય બાદશાહ સાથે પણ ગેંદા ફૂલ પછી ફરીથી એક વીડિયો આલ્બમમાં જોવા મળી છે. ગેંદા ફૂલ વીડિયોમાં જેક્લીન બંગાળી અવતારમાં જોવા મળી હતી અને જેમાં તે ઘણી જ સુંદર અને સેક્સી લાગી રહી હતી. આ સિવાય જેક્લીન ભૂત પોલીસ ફિલ્મમાં પણ સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમ સાથે જોવા મળવાની છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે.