મિત્રો તમે આ વાત ને માનશો નઈ કે એક બોલિવૂડ અભિનેત્રી ભાડા ના ઘરમાં રહે છે. જી..હા… પરંતુ એવું ગણી ઓછી વખત જોવા મળે છે કે એક કલાકાર કોઈ બીજા કલાકારના ઘરને ભાડા પર લે છે. હવે જે ઓછું જોવા મળે છે તેવું જ કંઈક એકટ્રેસ જેકલીન ને કર્યું છે.
થોડાક મહિનાઓ પહેલા જેક્લીને પ્રિયંકા ચોપરાનો મુંબઈવાળું અપાર્ટમેન્ટ કર્મયોગને રેન્ટ પર લીધો હતો. પ્રિયંકાની હા પાડ્યા પછી એક્ટ્રેસને તે આલીશાન ઙરમાં રહેવાની તક મળી હતી. હવે જેક્લીન પ્રિયંકાના અપાર્ટમેન્ટમાં રહે છે જરૂર પરંતુ તેના બદલામાં તે લાખો રૂપિયામાં ભાડું પણ ચૂકવી રહી છે. એક ન્યૂઝ રિપોર્ટની માનીએ તો જેક્લીન દર મહિનાના 6.78 લાખ રૂપિયા ભાડા પેટે પ્રિયંકાને ચૂકવે છે. આ અપાર્ટમેન્ટનું પ્રાઈમ લોકેશન અને સુવિધાને કારણે જેક્લીન આટલું રેન્ટ ચૂકવી રહી છે. ખબર એ પણ આવી છે કે જેક્લીન અત્યારે માત્ર 3 વર્ષ માટે પ્રિયંકા પાસેથી રેન્ટ પર લીધું છે.
જો આ રીતના હિસાબ લગાવવામાં આવે તો જેક્લીન ત્રણ વર્ષમાં પ્રિયંકાને 2 કરોડ 44 લાખ રૂપિયા ભાડા રૂપે ચૂકવશે. તે ત્રણ વર્ષ પછી પણ પ્રિયંકાના આ ફ્લેટમાં રહે છે કે શિફ્ટ થઈ જશે તે હજુ સુધી ખબર નથી.
જણાવી દઈએ કે હાલમાં જેક્લીન પોતાના ફિલ્મના આગામી શૂટિંગમાં વ્યસ્ત જોવા મળી રહી છે. એક તરફ તે સૈફ અલી ખાન સાથે ભૂત પોલીસમાં જોવા મળવાની છે, તેની સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું પણ શૂટિંગ કરી રહી છે. તે બંને ફિલ્મના શૂટિંગ વચ્ચે બેલેન્સ કરવાની કોશિશ કરી રહી છે.
સર્કસ અને ભૂત પોલીસ સિવાય જેક્લીન અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડેમાં પણ જોવા મળવાની છે. આ ફિલ્મથી અક્ષયના ઘણા લુક પહેલા જ વાયરલ થઈ ગયા છે અને તેની સ્ટોરીને લઈને પણ અટકળો સાંભળવા મળી રહી છે. બચ્ચન પાંડેને આગામી વર્ષે રિપબ્લિક ડેના દિવસે રીલિઝ કરવામાં આવવાની છે. હાલમાં જ જેક્લીને તેના ઘરનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેણે બેલે ડાન્સનો ડ્રેસ પહેરેલો છે અને પોતાના ઘરના સોફા પર ફોટો ક્લિક કરાવ્યો છે.