આપણે બધાએ બ્રહ્મમુહૂર્ત નુ નામ તો સાંભળ્યું જ હશે સવારના ત્રણથી પાંચ વાગ્યા સુધીના સમયને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. એવું પણ કહેવાય છે કે સૂર્યોદય પહેલાના બે કલાક ને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે.
ભગવાન શ્રીકૃષ્ણએ કહેલું છે કે બ્રહ્મમુહૂર્ત એ દિવસનો સૌથી ઉત્તમ સમય છે. જે માણસ નિયમિત આ ટાઈમે ઉઠી જાય છે તે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સૃષ્ટિની શરૂઆત બ્રહ્માજીએ કરી હતી.
સવારના ત્રણ થી પાંચ વાગ્યાના સમય એટલે કે બ્રહ્મમુહૂર્ત ને નિર્માણ કાલ પણ કહેવાય છે. આ સમયે બ્રહ્માંડના નિર્માણના કાર્યની શરૂઆત થઈ હતી. આજની દિનચર્યા માં બ્રહ્મમુહૂર્ત ના સમયે જાગવું એ ખુબજ મુશ્કેલી નું કામ છે. અને ઘણા લોકો કોશિશ કરવા છતાં પણ આ સમયે ઉઠે શકતા નથી.
જો આ સમયે તમારી ઊંઘ જાતે જ ઉડી જતી હોય છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કારણકે આ સમયને ઈશ્વર નો સમય ગણવામાં આવી છે. આ ચમત્કારિક અને અદભુત સમયના સંપૂર્ણ વાતાવરણમાં એક એવી અનોખી ઉર્જા અને શક્તિ મળે છે જે તમારું જીવન બદલીદે એટલી તાકાત રાખે છે.
આ સમયને આયુર્વેદમાં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેદ અને પુરાણોમાં પણ માનવામાં આવે છે કે જે લોકો બ્રહ્મમુહૂર્ત પર ઊઠે છે તે લોકોને બળ, બુદ્ધિ, વિદ્યા અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મમુહૂર્ત નું વાતાવરણ પણ ખૂબ જ શુદ્ધ હોય છે.
બ્રાહ્મમુહૂર્ત ના સમયને આપણા શરીર અને આત્માની શુદ્ધિ માટે ખુબજ મહત્વ નો માનવામાં આવે છે. એવું માનવામા આવે છે કે આ સમયે બધા દેવી-દેવતાઓ મનુષ્ય પર તેમની કૃપા વરસાવતા હોય છે. તે માતા લક્ષ્મી તેમના વાહન પર બેસીને પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે.